Get The App

જાપાનના બોનિન ટાપુઓ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપ, ટોક્યોમાં પણ આંચકા, હાલ સુનામીની આગાહી નહીં

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
જાપાનના બોનિન ટાપુઓ પર 6.5ની તીવ્રતાનો ભૂકંપ, ટોક્યોમાં પણ આંચકા, હાલ સુનામીની આગાહી નહીં 1 - image


Japan Earthquake : જાપાનના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમેરિકન સંસ્થા- યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું કે, જાપાનના બોનિન ટાપુઓ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 મપાઈ. USGSના અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 503.2 કિલોમીટર ઊંડે નોંધાયું છે.

સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ટાપુઓના પશ્ચિમ કિનારે, ટોક્યોથી લગભગ 875 કિલોમીટર દક્ષિણમાં નોંધાયું. મધ્ય ટોક્યોમાં પણ હળવા આંચકા અનુભવાયા. સમાચારોના અનુસાર, હાલ સુનામીની કોઈ આગાહી જાહેર નથી કરાઈ.


Google NewsGoogle News