ઇન્ડોનેશિયાની રાજધાની 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગઈ... જાણો કેવી રીતે અબજોપતિ તેને બચાવવા માંગે છે

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા ભૂમીગત જળના બેફામ ઉપયોગના કારણે દુનિયાનું સૌથી ઝડપથી ડૂબતું શહેર બન્યું છે

એક નુડલ બનાવતી કંપનીના અરબપતિ માલિક તેને બચાવવા માંગે છે, તો શું તે શક્ય છે?

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ઇન્ડોનેશિયાની રાજધાની 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગઈ... જાણો કેવી રીતે અબજોપતિ તેને બચાવવા માંગે છે 1 - image


Jakarta Sinking: ચેન્નાઈ, વેનિસ, રોટરડેમ, બેંગકોક અને ન્યુયોર્ક જેવા શહેરો ડૂબી રહ્યા છે. દરિયો ધીમે ધીમે આ શહેરોને પોતાનામાં સમાવી રહ્યો છે. એવામાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા છેલ્લા 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગઈ છે. કેટલાક ભાગો એટલી ઝડપથી પાણીમાં ગરકાવ થઇ રહ્યા છે કે તેમને બચાવવાનો પ્રયાસ પણ મુશ્કેલ છે. તેમ છતાં તેને લોકો બચાવવા માંગે છે. હવે જોવાનું એ રહે છે કે શું આપણે ખરેખર આ શહેરને બચાવી શકાશે!

7 જ વર્ષમાં જળમગ્ન થશે જકાર્તા

ઈન્ડોનેશિયાના નુડલ બનાવતી કંપનીના અરબપતિ એન્થની સલીમ, જકાર્તાને ડૂબવાથી બચાવવા માટે એક નવી યોજના લાવ્યા છે. હાલ જકાર્તા એટલું ઝડપથી ડૂબી રહ્યું છે કે તેને બચાવવા માટે માત્ર 7 જ વર્ષ છે. બાકી આ સુંદર શહેર જાવા સમુદ્રમાં જળમગ્ન થઇ જશે.  

3 માંથી 1 નાગરિક પીવાના પાણીથી વંચિત

એન્થની સલીમની કંપનીને સરકાર તરફથી 1.10 કરોડ લોકોને પીવાના પાણીની પાઈપલાઈન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં જકાર્તામાં 3 માંથી 1 નાગરિક પીવાના પાણીથી વંચિત છે. જેના કારણે અનેક ગેરકાયદે કૂવાઓ ખુલી ગયા છે. આખા શહેરમાં આ કુવાઓ છે. તેના કારણે ભૂગર્ભ જળ ખાલી થઈ ગયું છે.

આ સમાધાન થઇ શકે છે ઉપયોગી  

ભૂગર્ભજળના ઘટાડાને કારણે ઉપરની જમીન નબળી પડી રહી છે. જેના કારણે જમીન ડૂબી જાય છે. જો સલીમ જકાર્તાના દરેક ઘરમાં પીવાના પાણીની પાઈપલાઈન લાવી દે તો કુવાઓની જરૂર નહિ રહે. તેના કારણે ભૂગર્ભ જળનો ઉપયોગ થશે નહીં. ધીમે ધીમે જમીનની તાકાત પાછી આવશે. ભૂસ્ખલન અટકશે. શહેર ડૂબશે નહીં.

આ પ્રોજેક્ટમાં ખુબ જ ઓચ્ચો લોકને રસ

ડીપ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેલ્ટેરેસના પૂર નિષ્ણાત જંજાપ બ્રિંકમેને જણાવ્યું હતું કે જો જકાર્તાની જમીન ધસી જશે તો મહાસાગરને શહેરમાં પ્રવેશવાનો મોકો મળશે. જે આખા શહેર માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે. અંગત રીતે એન્થોની સલીમ માટે પાણીની પાઈપલાઈન પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દ્વારા તે પોતે જકાર્તાને દરિયામાં ડૂબતા બચાવવા માંગે છે. કારણ કે જ્યારે સરકારે આ પ્રોજેક્ટ માટે કહ્યું ત્યારે માત્ર એક-બે કંપનીઓએ જ તેમાં રસ દાખવ્યો હતો. પછી આ પ્રોજેક્ટ સલીમને આપવામાં આવ્યો.

સલીમ પર છે ખુબ મોટી જવાબદારી 

સલીમ શહેરમાં પાંચ મોટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ધરાવે છે. જેનું અડધાથી વધુ પાણી 2048 સુધીમાં વેચાઈ જશે. સલીમ પાસે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા બમણી કરવાની જવાબદારી પણ છે. આ ઉપરાંત, આ દાયકાના અંત સુધીમાં પાણીની પાઈપલાઈન જોડાણો પણ બમણા કરવાના છે.

ઇન્ડોનેશિયાની રાજધાની 25 વર્ષમાં 16 ફૂટ ડૂબી ગઈ... જાણો કેવી રીતે અબજોપતિ તેને બચાવવા માંગે છે 2 - image



Google NewsGoogle News