Get The App

ઈન્ડોનેશિયાની જેલમાં કેદીઓએ બબાલ કર્યા બાદ લગાવી આગ, 100થી વધુ ફરાર

Updated: Mar 13th, 2025


Google News
Google News
ઈન્ડોનેશિયાની જેલમાં કેદીઓએ બબાલ કર્યા બાદ લગાવી આગ, 100થી વધુ ફરાર 1 - image


Indonesia Jail : ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પરની જેલમાં કેદીઓએ ભારે બબાલ કર્યા બાદ આગ ચાપી દીધી છે, જેના કારણે જેલમાંથી 100થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, કેદીઓ વચ્ચે જેલમાં ભયાનક ઝઘડો થયો હતો, ત્યારબાદ તેઓએ ત્યાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન કેદીઓ ફરાર થઈ ગયા છે.

સ્થાનિક મીડિયામાં વીડિયો વાયરલ

સ્થાનિક મીડિયામાં જેલમાં થયેલો ઝઘડો અને ફરાર કેદીઓના વીડિયો ફુટેજ પણ વાયરલ થયા છે. વીડિયોમાં ભીષણ આગ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયામાં જેલોની અત્યંત ખરાબ હાલત છે અને ત્યાં કેદીઓ ફરાર થવાની ઘટના સામાન્ય બની ગઈ છે.

પોલીસે 115 કેદીઓને પકડ્યા

પોલીસે દાવો કર્યો છે કે, ‘અમને જેલમાં હોબાળો થયો હોવાની તેમજ કેદીઓ ફરાર થવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે ફરાર થવાની થોડી જ મિનિટોમાં 115 કેદીઓને પકડી પાડ્યા છે. રિઆઉ પ્રાંતના પોલીસ વડા વિડોડા ઇકોએ કહ્યું કે, જેલમાં 650થી વધુ કેદીઓ છે. હજુ અનેક કેદીઓ ફરાર હોવાની આશંકા છે.

આ પણ વાંચો : નવા દલાઈ લામા પસંદગી તિબેટ કરશે કે ચીન?, જાણો ધર્મગુરુની પસંદગી કેવા કડક નિયમો હેઠળ થાય છે

કેદીઓ જેલમાં નશો કરતા હતા, પોલીસે પકડ્યા

જેલના વહીવટીતંત્રે ફરાર કેદીઓને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી છે. સુમાત્રા ટાપુની આસપાસ પુરજોશમાં ઓપરેશન શરૂ કરી દેવાયું છે. પોલીસે કહ્યું કે, જેલમાં કેટલાક કેદીઓ નશો કરતા  હતા, જેમને સુરક્ષા કર્મચારીઓએ પકડી પાડ્યા બાદ બબાલ થઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું, જેના કારણે કેદીઓ વધુ ઉગ્ર થયા અને જેલમાં આગ ચાપી દીધી. એટલું જ નહીં ગુસ્સે થયેલા કેદીઓએ કેટલાક પોલીસ કર્મચારીઓને પણ માર માર્યો હતો. ઘટનામાં ત્રણ કેદીઓને ચપ્પુ મારવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ કર્મચારીનું ગોળી વાગવાથી મોત થયું છે.

આ પણ વાંચો : પ્રેમમાં પાગલ રાજકુમારે રાજા-રાણીને મારી હતી ગોળી: અંતિમ હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં રાજાશાહીનો અંત કેવી રીતે થયો?

Tags :
IndonesiaJail-Break

Google News
Google News