Get The App

જેટલું કમાઈ શકો કમાઈ લો... આ દેશોમાં એક રૂપિયો પણ નથી લેવાતો ઈન્કમ ટેક્સ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
જેટલું કમાઈ શકો કમાઈ લો... આ દેશોમાં એક રૂપિયો પણ નથી લેવાતો ઈન્કમ ટેક્સ 1 - image


Income Tax: જો તમે નોકરી કરતાં હોવ કે કોઈ નાનો- મોટો બિઝનેસ કરતાં હોવ અને તમે આવકવેરો ચૂકવવાપાત્ર છો, તો તમે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરીને ચૂકવી શકો છો. કારણ કે, દર વર્ષની જેમ આ વખતે પણ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ આપવામાં આવી છે. તેમજ જો, તમારો વધારાનો TDS કાપવામાં આવ્યો હોય, તો પણ તમે ITR ફાઇલ કરીને તેનો દાવો કરી શકો છો. નાણા મંત્રાલય દ્વારા આવકવેરા કાયદા હેઠળ જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા  હેઠળ આવકવેરો ચૂકવવાની સુવિધા આપવામાં આવી છે. 

જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ તમારે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો ચૂકવવાનો રહેતો નથી. પરંતુ તેમા તમને વિવિધ પ્રકારના રોકાણ પર ટેક્સમાંથી રાહત મળે છે. તો બીજી બાજુ નવી કર વ્યવસ્થા અંતર્ગત 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. પરંતુ તેના અંતર્ગત તમને કોઈપણ પ્રકારના રોકાણ પર આવકવેરામાંથી રાહત મળતી નથી. પરંતુ તમે જાણો કે કેટલાક દેશો એવા છે કે, જ્યાં સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. એટલે કે ત્યાં સમગ્ર આવક વ્યક્તિના હાથમાં રહે છે. 

સંયુક્ત આરબ અમીરાત (UAE)

એવા કેટલાક દેશો છે કે જે ટેક્સ ફ્રી દેશો છે. આવા દેશમાં પહેલા નંબર પર સંયુક્ત આરબ અમીરાતનું નામ આવે છે, જે ટેક્સ ફ્રી દેશ છે. અહીં ક્રુડ ઓઈલનો વેપાર થાય છે અને સમગ્ર અર્થવ્યવસ્થા તેના પર નિર્ભર છે. અહીં પણ લોકોએ કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી. ખાડી દેશ બહેરીનની સરકાર તેના નાગરિકો પાસેથી કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલતી નથી.

બહામાસ (Bahamas)

જ્યારે ટેક્સ ફ્રી દેશની વાત થાય છે, ત્યારે મનમાં પહેલા બહામાસનું નામ યાદ આવે છે. પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવાતો આ દેશ પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશના લોકોએ તેમની આવક પર સરકારને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો હોતો નથી.

કેરેબિયન (Caribbean)

બ્રુનેઈમાં પણ તેલનો ભંડાર છે, અહીં રહેતા લોકોને પણ કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનો હોતો નથી. આ સિવાય ઉત્તર અમેરિકા મહાદ્વિપના કેરેબિયન પ્રદેશમાં આવેલા કેમેન ટાપુઓમાં રહેતા લોકોને પણ તેમની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવાનો હોતો નથી. 

કુવૈત (Kuwait) 

યુએઈની જેમ કુવૈતમાં પણ તેલ અને ગેસનો કુદરતી ભંડાર છે. આ દેશને પણ બંને વસ્તુઓમાંથી સારી કમાણી થાય છે અને તેનો ફાયદો અહીંના લોકોને મળી રહ્યો છે. આજ કારણે આ દેશના લોકોને તેમની આવક પર કોઈ ટેક્સ આપવાનો હોતો નથી. 

માલદીવ (Maldives)

ભારતની દરિયાઈ સરહદને અડીને આવેલા માલદીવના લોકોને પણ આવકવેરો ભરવાનો હોતો નથી. વિશ્વભરમાંથી લોકો અહીં ફરવા માટે આવતા હોય છે. થોડાક દિવસો પહેલા પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો છે.



Google NewsGoogle News