Get The App

‘યુરોપમાં ઈસ્લામ માટે કોઈ જગ્યા નથી...’ ઈટાલીના PM જૉર્જિયાના નિવેદન બાદ વિવાદ

ઈટાલીના વડાપ્રધાને ઈસ્લામિક મામલે સાઉદી અરેબિયા પર પણ કર્યો ગંભીર આક્ષેપ

મેલોનીએ કહ્યું, યુરોપીયન સભ્યતા અને ઈસ્લામિક સંસ્કૃતિની ઘણી બાબતો જુદી જુદી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
‘યુરોપમાં ઈસ્લામ માટે કોઈ જગ્યા નથી...’ ઈટાલીના PM જૉર્જિયાના નિવેદન બાદ વિવાદ 1 - image

રોમ, તા.18 નવેમ્બર-2023, સોમવાર

ઈટાલીના વડાપ્રધાન જૉર્જિયા મેલોનીએ (Italian PM Giorgia Meloni) ઈસ્લામ અંગે નિવેદન કરી નવો વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે, યુરોપમાં ઈસ્લામિક સંસ્કૃતિ (Islamic Civilization) માટે કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું કે, યુરોપના ઈસ્લામીકરણ કરવાનો ભરપુર પ્રયાસ કરાયો, પરંતુ યુરોપિયન સંસ્કૃતિ સાથે ઈસ્લામની સંસ્કૃતિના મૂલ્યે મેળ ખાતા નથી. યુરોપીયન સભ્યતા અને ઈસ્લામિક સંસ્કૃતિની ઘણી બાબતો જુદી જુદી છે. બંનેમાં મૂલ્યો અને અધિકાર મામલે ઘણું અંતર છે. આવી સ્થિતિમાં યુરોપ (Europe)માં ઈસ્લામિક સંસ્કૃતિની કોઈ જગ્યા નથી.

ઈટાલીના PMએ સાઉદી અરેબિયા પર સાધ્યું નિશાન

ઈસ્લામિક સંસ્કૃતિ પર ટિપ્પણી કરવા મામલે વિવાદોમાં ઘેરાયેલા ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ કહ્યું કે, ‘ઈટાલીમાં બનેલા ઈસ્લામિક સાંસ્કૃતિ કેન્દ્રોને સાઉદી અરેબિયા (Saudi Arabia)થી નાણાં મળે છે. સાઉદીમાં શરિયા લાગુ છે. તેમણે કહ્યું કે, યુરોપમાં આપણી સભ્યતા વિરુદ્ધ ઈસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. મેલોનીનું આ નિવેદન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (British PM Rishi Sunak)ના નિવેદન બાદ આવ્યું છે. સુનકે કહ્યું હતું કે, યુરોપનું સંતુલન બગાડવાના પ્રયાસો કરી રહેલા કેટલાક દેશ જાણીજોઈને શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે. 

બ્રિટશ PMની પણ શરણાર્થીઓ મામલે ચેતવણી

સુનકે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ શરણાર્થી સંબંધિત નિતિઓ અને પ્રણાલીઓમાં વૈશ્વિક સુધારાની તરફેણમાં છે. તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, શરણાર્થીઓની વધતી સંખ્યા યૂરોપના ઘણા દેશોને પ્રભાવિત કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો શરણાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ નહીં લવાય તો તેમની સંખ્યા વધતી જશે, જેના કારણે આપણી ક્ષમતા પર અસર પડશે. અમે જરૂરીયાતમંદ લોકો અને દેશોની મદદ કરી શકીશું નહીં. તેમણે કહ્યું હતું કે, યુરોપીયન દેશોએ પોતાના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.


Google NewsGoogle News