VIDEO: ઈટાલીના વડાંપ્રધાન મેલોનીએ PM મોદીનું નામ લઈને લેફ્ટ પર કર્યા પ્રહાર, જુઓ શું કહ્યું
Italian PM Meloni: ઈટાલીના વડાંપ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડાબેરીઓ ગભરાઈ ગયાં છે. તેમણે વડાપ્રધાન મોદીનું નામ લઈને કહ્યું કે, જમણેરી નેતા આજના સમયે જ્યારે પણ કંઈક બોલે છે, તો લોકતંત્ર માટે જોખમ ઊભું થઈ જાય છે. વોશિંગ્ટન ડીસીમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કૉન્ફેંસ (CPAC)માં શનિવારે એક વીડિયો લિંકના માધ્યમથી મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સના વખાણ કર્યાં હતાં. ઈટાલીના વડાપ્રધાને તર્ક આપ્યો કે, ટ્રમ્પની સત્તામાં વાપસીથી ડાબેરીઓ હતાશ છે.
ડાબેરીઓ પર નિશાનો સાધતા મેલોનીએ કહ્યું કે, 'લેફ્ટમાં આજે એટલે એટલી નિરાશા નથી કારણ કે, જમણેરી નેતા જીતી રહ્યાં છે. પરંતુ, એટલે પણ તેઓ હતાશ છે કારણ કે, આ જમણેરી નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે. જ્યારે બિલ ક્લિંટન અને ટોની બ્લેયરે 90ના દાયકામાં લિબરલનું ગ્લોબલ નેટવર્ક બનાવ્યું તો તેમને રાજનેતા કહેવામાં આવતા હતાં. આજે જ્યારે ટ્રમ્પ, મેલોની, ઝેવિયર મીલૈ અથવા મોદીની વાત કરે તો લોકતંત્ર માટે જોખમ કહેવામાં આવે છે.'
ડાબેરીઓના જૂઠાણાં પર લોકોને વિશ્વાસ નથી
મેલોનીએ આ વિશે આગળ કહ્યું કે, 'આ તેમના બેવડાં માપદંડ છે. પરંતુ, અમને આની આદત છે. સારી ખબર એ છે કે, લોકો હવે તેમના જૂઠાણાં પર વિશ્વાસ નથી કરતાં, ભલે તે અમારા પર ગમે તેટલું કિચડ કેમ ન ઉઠાળે? જનતા અમને મત આપી રહી છે.'
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પને એક મજબૂત નેતા જણાવી મેલોનીએ ટ્રમ્પ પર રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જમણેરી ગઠબંધનને તોડી દેશે તે ધારણાને નકારી દીધી. મેલોનીએ કહ્યું કે, અમારા વિરોધીઓ આશા કરી રહ્યાં છે કે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અમારાથી દૂરી બનાવી લેશે. પરંતુ, એક મજબૂત અને પ્રભાવશાળી નેતાના રૂપે હું જાણું છું કે, જે લોકો આવી આશા રાખીને બેઠા છે, તે ખોટાં સાબિત થશે.'
આ પણ વાંચોઃ વર્ક રિપોર્ટ આપો નહીંતર ઘરભેગા થાઓ: અમેરિકામાં હજારો સરકારી કર્મચારીઓને ઈલોન મસ્કનો આદેશ
અમેરિકન ઉપપ્રમુખનો કર્યો બચાવ
ઈટાલીના વડાંપ્રધાને અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સના નિવેદનનો બચાવ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, યુરોપ માટે સૌથી મોટું જોખમ 'અંદરથી' છે. મેલોનીએ આ ટીકાને નકારતા કહ્યું કે, ઉદારવાદી એલિટ્સ આ વાતને લઈને અસહજ છે કે, જમણેરી ખુલીને ઓળખ અને લોકતંત્રની વાત કરી રહ્યાં છે. ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સ અમુક ગંભીર મુદ્દે ચર્ચા કરી રહ્યાં હતાં. તે છે, ઓળખ, લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા.' મેલોનીની CPAC માં ભાગીદારી એવા સમયે થઈ છે, જ્યારે ઈટાલીમાં વિપક્ષના નેતાઓએ તેમના આ કાર્યક્રમમાં સામેલ ન થવાની અપીલ કરી હતી.