ભારત માટે શરમજનક સ્થિતિ હશે...: શેખ હસીનાના પ્રત્યર્પણ મામલે બાંગ્લાદેશના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
Image: Facebook
Sheikh Hasina Extradition: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ પોતાના જ દેશમાં કાયદાકીય સંકટ વધવા લાગ્યું છે. વચગાળાની સરકાર આવ્યા બાદથી શેખ હસીના વિરુદ્ધ કેસનું પૂર જેવું આવી ગયું છે. આ દરમિયાન બાંગ્લાદેશના કાર્યવાહક વિદેશ મંત્રીએ જણાવ્યું કે કાયદેસર કાર્યવાહી વધ્યા બાદ ભારતથી શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને વચગાળાની સરકારનું શું આયોજન છે? કાર્યવાહક વિદેશ મંત્રી મોહમ્મદ તૌહીદ હુસેને કહ્યું કે શેખ હસીના વિરુદ્ધ દેશમાં ઘણા કેસ નોંધાયા છે. જોકે, તેમણે વધુ અટકળો લગાવવાનો ઈનકાર કર્યો.
હુસૈને પ્રત્યાર્પણ પર કહી આ વાત
રિપોર્ટ અનુસાર તૌહીદ હુસૈને કહ્યું કે જો દેશનું ગૃહ અને કાયદા મંત્રાલય નિર્ણય કરે છે તો સરકારે તેમને બાંગ્લાદેશ પાછા ફરવાની વિનંતી કરવી પડી શકે છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિ નવી દિલ્હી માટે રાજદ્વારી સ્વરૂપથી શરમજનક સ્થિતિ પેદા કરશે. જોકે, હુસૈને કહ્યું કે નવી દિલ્હી 'આ જાણે છે અને મને વિશ્વાસ છે કે તે તેનું ધ્યાન રાખશે.'
ભારતીય રાજદૂતને મળ્યા હતાં હુસૈન
વચગાળાની સરકારના વિદેશ સલાહકારે આ અઠવાડિયાની શરૂઆતમાં સોમવારે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના લાંબા સમય સુધી નવી દિલ્હીમાં રહેવા પર પણ પાડોશી દેશના ભારતની સાથે સંબંધો પર કોઈ અસર પડશે નહીં. હુસૈને કહ્યું, 'દ્વિપક્ષીય સંબંધ ખૂબ મોટો મુદ્દો છે. મિત્રતા આંતરિક હિતો પર આધારિત હોય છે. સોમવારે ઢાકામાં વિદેશી રાજદ્વારીઓ સાથે મુલાકાત બાદ હુસૈને કહ્યું, 'અમે હંમેશા પોતાના સારા સંબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરીશું.' જોકે, હુસૈને કહ્યું હતું કે વચગાળાની સરકારના મુખિયા યુનુસ 'પૂર્વ વડાંપ્રધાનના ભારતથી આવતાં નિવેદનોથી ખૂબ નાખુશ છે અને તેમણે બુધવારે એક બેઠકમાં ભારતીય દૂતને આ વાત જણાવી હતી.
શેખ હસીના વિરુદ્ધ ઘણા કેસ
શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગયાં હતાં. ભારતે ભવિષ્યના પ્લાન પર નિર્ણય લેવાની જવાબદારી શેખ હસીના પર છોડી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં જ કહ્યું કે કેન્દ્રને શેખ હસીનાની યોજનાઓથી કોઈ લેવાદેવા નથી. 'અમને તેમના પ્લાન વિશે કોઈ અપડેટ નથી.' 'ભવિષ્યની બાબતો તેમના પર આધારિત છે.' શેખ હસીના અને આવામી લીગના અન્ય સભ્યો પર બાંગ્લાદેશમાં બે હત્યાના કેસના આરોપ છે. આ સાથે જ શેખ હસીના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલમાં પણ કેસ નોંધાયેલો છે. ભારતની સાથે બાંગ્લાદેશની પ્રત્યાર્પણ સંધિ છે દરમિયાન આ કેસ ભારત માટે પણ ટેન્શન છે.