Get The App

રાફામાં ઇઝરાયલ હુમલો કરે તે પહેલાં ઇસ્લામિક સંગઠને જ મિસાઇલ્સ છોડયાં

Updated: May 12th, 2024


Google NewsGoogle News
રાફામાં ઇઝરાયલ હુમલો કરે તે પહેલાં ઇસ્લામિક સંગઠને જ મિસાઇલ્સ છોડયાં 1 - image


રાફા હુમલા પહેલાં ઇરાકનાં શિયા ઇસ્લામિક સંગઠને ઇઝરાયલી સૈન્યનાં એરબેઝ પર ક્રૂઝ મિસાઇલ્સ છોડયાં

તેલ અવીવ: ગાઝાનાં રાફા શહેરમાં ઇઝરાયલ હુમલો કરશે તે ખબરો સાથે જ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અમેરિકા અને બ્રિટન સહિત કેટલાયે પશ્ચિમી દેશો ઇઝરાયલને સાથ આપી રહ્યાં છે. જ્યારે પેલેસ્ટાઇનના સમર્થનમાં મુસ્લીમ દેશોએ ઇઝરાયલનો વિરોધ કરવો શરૂ કરી દીધો છે.

રાફા ઉપર ઇઝરાયલ હુમલો કરે તે પહેલાં જ ઇરાકનાં એક શિયા ઇસ્લામિક સંગઠને ઇઝરાયલી સૈન્યનાં એરબેઝ ઉપર ક્રૂ મિસાઇલ્સથી હુમલો કરી દીધો હતો. તેટલું જ નહીં પરંતુ તે હુમલો અમે કર્યો છે તેમ વટ સાથે જાહેર કર્યું હતું. સાથે કહ્યું હતું કે આ બધુ પેલેસ્ટાઇનીઓને બચાવવા કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગાઝાનાં શહેર રાફાની સીમા ઉપર ઇઝરાયલી ફોર્સ વિશાળ સંખ્યામાં સૈનિકો અને ટેન્કો સાથે ઊભંઆ છે. એન પોતાના સર્વોચ્ચ નેતા બેન્જામીન નેતન્યાહૂના આદેશની રાહ જોઈ રહ્યા છે. જો કે રાફા સિવાય ગાઝા પટ્ટીના અન્ય વિસ્તારોમાં તો ઇઝરાયલી સેનાએ હુમલા ચાલુ રાખ્યા છે.

ગાઝા શહેરમાં તો માંડ થોડાં મકાનો ઊભાં છે, ઇઝરાયલ તેને સ્મશાન બનાવવા માગે છે. રાફા પર હુમલો કરવામાં આવે તે પહેલાં અમેરિકાએ, ઇઝરાયલ તરફથી હમાસને યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો છે. ત્યારે ઇરાક સ્થિત એક ઇસ્લામિક સંગઠને હુમલા શરૂ કરી દીધા છે. ઇસ્લામિક રેઝિસ્ટન્સનાં નામે પોતાને ઓળખાવતાં આ શિયા પંચ સંગઠને હમાસ પ્રત્યેની અને પેલેસ્ટાઇનીઓ સાથેની પ્રતિબદ્ધતા જાહેર કરવા સાથે જણાવ્યું હતું કે ઇઝરાયલે જે કૈં કર્યું તેનો તે બદલો લઇ રહ્યું છે. સાથે તેમ પણ કહ્યું કે તેણે દુશ્મનના ગઢો ને નિશાન બનાવવા સંકલ્પ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૭ ઓક્ટોબરે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યા પછી ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. તે પછી ઇરાક સ્થિત ઇસ્લામીક સંગઠને પણ ઇઝરાયલી અને અમેરિકી મથકો ઉપર હુમલા શરૂ કરી દીધા છે.


Google NewsGoogle News