આજે પણ 'ડબલ સ્ટાન્ડર્ડ'ની દુનિયા, ગ્લોબલ નોર્થની હિપોક્રેસી પર વરસ્યાં જયશંકર

વૈશ્વિક સ્તરે બદલાવ માટે રાજકીય ઈચ્છાશક્તિ કરતાં વધુ રાજકીય દબાણના આધારે : એસ. જયશંકર

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
આજે પણ 'ડબલ સ્ટાન્ડર્ડ'ની દુનિયા, ગ્લોબલ નોર્થની હિપોક્રેસી પર વરસ્યાં જયશંકર 1 - image


ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર UN જનરલ એસેમ્બલીની મીટીંગ માટે ન્યુયોર્ક ગયા છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગ્લોબલ નોર્થ પર નિશાન સાધ્યું હતું. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આજે પણ "ડબલ સ્ટાન્ડર્ડ" ની દુનિયા છે અને પ્રભાવશાળી હોદ્દા ધરાવતા દેશો પરિવર્તન માટેના દબાણનો પ્રતિકાર કરી રહ્યા છે.

ગ્લોબલ નોર્થ પર એસ. જયશંકરનો કટાક્ષ 

આ કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકર કહ્યું કે, મને લાગે છે કે વૈશ્વિક સ્તરે બદલાવ માટે રાજકીય ઈચ્છાશક્તિ કરતાં વધુ રાજકીય દબાણ આધારે થતા જોવા મળે છે.  વિશ્વમાં લાગણી વધી રહી છે અને ગ્લોબલ સાઉથ તેનું એક ઉદાહરણ છે. પરંતુ તેમાં રાજકીય પ્રતિરોધ પણ છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં સૌથી વધુ જોવા મળે છે જે લોકો પ્રભાવશાળી પદ પર છે તે બદલાવ માટેના દબાણનો વિરોધ કરી રહ્યા છે.

શું છે ગ્લોબલ નોર્થ (Global North)?

ગ્લોબલ નોર્થએ સમૃદ્ધ રાષ્ટ્રોનો સમૂહ છે જે મોટાભાગે નોર્થ અમેરિકા અને યુરોપમાં સ્થિત છે, તેમાં ઓશનિયા અને કેટલાક નવા દેશોનો પણ સમાવેશ થાય છે. ગ્લોબલ નોર્થમાં ગ્લોબલ સાઉથ કરતા વધારે ધનિક દેશો છે અને તેની જ સરખામણીએ  ગ્લોબલ સાઉથમાં ગરીબી, આવકની અસમાનતા અને જીવનની સ્થિતિ પડકારરૂપ છે. ભારતને ગ્લોબલ સાઉથ (Global South)નો પ્રમુખ દેશ માનવામાં આવે છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News