ગાઝા પટ્ટી પર કબજો જમાવવા હમાસને ઇઝરાયેલના ઈન્ટેલીજન્સ ચીફે ઉશ્કેર્યું હોવાનો વિકિલીક્સનો ઘટસ્ફોટ

યુએસ એમ્બેસેડર રિચર્ડ જોન્સે હમાસને પોતાનું સમર્થન દર્શાવ્યું

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ગાઝા પટ્ટી પર કબજો જમાવવા હમાસને ઇઝરાયેલના ઈન્ટેલીજન્સ ચીફે ઉશ્કેર્યું હોવાનો વિકિલીક્સનો ઘટસ્ફોટ 1 - image


Wikileaks on Isreal Hamas War: વિકીલીક્સ કેબલના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી 11 ઓક્ટોબર 2023ના રોજ એક લખાણ મુકવામાં આવ્યું છે. તેમાં કરાયેલ દાવા અનુસાર ઇઝરાયેલના ઈન્ટેલીજન્સ ચીફએ હમાસને ગાઝા પટ્ટી પર કબજો કરવા ઉશ્કેર્યા હતા. આ હેન્ડલ પરની લિંક પર ક્લિક કરવામાં આવે તો તમે IMEMC Newsની વેબસાઈટ પર પહોંચશો. ત્યાં આ લેખ 22 ડિસેમ્બર 2010ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને ફરી વિકિલીક્સે શેર કર્યો છે.આ તે સમય છે જ્યારે વિકિલીક્સ હજારો અને લાખો કેબલ રિલીઝ કરી રહ્યું હતું અને વિશ્વભરના નેતાઓ, સરકારો અને વ્યૂહરચનાકારો વિશે સત્ય બહાર લાવી રહ્યું હતું.

યુએસ એમ્બેસેડર રિચર્ડ જોન્સે હમાસને પોતાનું સમર્થન દર્શાવ્યું

વિકિલીક્સના કેબલમાં ખુલાસો થયો છે કે ઇઝરાયેલના મિલિટરી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર મેજર જનરલ એમોસ યાડલિન અને ઇઝરાયેલમાં યુએસ એમ્બેસેડર રિચર્ડ જોન્સે હમાસને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. બંને ગાઝા પટ્ટી પર હમાસના શાસન માટે સંમત થયા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ઇઝરાયેલ આ વિસ્તારને હોસ્ટાઈલ એન્ટિટી તરીકે જાહેર કરે.

હમાસ પાર્ટીએ ગાઝામાં પોતાની ગઠબંધન સરકારની રચના

હમાસ પાર્ટીએ જાન્યુઆરી 2006માં પેલેસ્ટિનિયન સંસદીય ચૂંટણી જીતી હતી. પરંતુ તેમને સરકાર બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેની પાછળ પેલેસ્ટાઈનનું બંધારણ ટાંકવામાં આવ્યું હતું. જૂન 2007માં યુએસ સમર્થિત ફતેહ પાર્ટીની મદદથી હમાસ પાર્ટીએ ગાઝામાં પોતાની ગઠબંધન સરકારની રચના કરી. વિકિલીક્સ કેબલ સરકારની રચના પહેલા જ રેકોર્ડ કરવામાં આવી હતી. કેબલની ટ્રાંસ્ક્રિપ્ટમાં ઇઝરાયેલના ઇન્ટેલિજન્સ ચીફ એમોસ યાડલિન યુએસ એમ્બેસેડર જોન્સને કહે છે કે તેઓ હવે ખૂબ ખુશ છે કે હમાસે ગાઝામાં સરકાર બનાવી છે. સાથે જ ખુશી એ પણ છે કે તેમની પાસે દરિયાઈ કે હવાઈ બંદરો નથી. ત્યાં સુધી ઇઝરાયેલ ફતેહ પાર્ટી સાથે પશ્ચિમ કાંઠે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. આ પછી ઈઝરાયેલે ગાઝામાં હાજર હમાસ સરકારને હળવાશથી લીધી હતી. વાસ્તવમાં, યાડલિન અને જોન્સ વચ્ચેની બેઠક પછી તરત જ ગાઝામાં હમાસની સરકાર રચાઈ હતી. ઈઝરાયેલે મોટા પાયે ઘેરાબંધીની પ્રક્રિયા શરૂ કરી હતી. ગાઝા પર હુમલો ડિસેમ્બર 2008 સુધી ચાલુ રહ્યો.

હમાસે ગાઝા પટ્ટીમાં આતંકવાદી એકમ ઊભું કર્યું

અન્ય એક કેબલ પણ લીક થયો હતો. જેમાંયાદલિને ડિસેમ્બર 2008માં યુએસ કોંગ્રેસના સભ્ય રોબર્ટ વેક્સલર સાથે વાત કરી હતી. યાદલિન કહેતો હતો કે અબુ માઝેન એટલે કે મહમૂદ અબ્બાસ અને સલામ ફૈદ પશ્ચિમ કાંઠાને સંભાળી રહ્યા છે. પરંતુ હમાસે ગાઝા પટ્ટીમાં આતંકવાદી એકમ ઊભું કર્યું છે.


Google NewsGoogle News