હમાસના જંગમાં ઈઝરાયેલનુ ટાઈગર ફેલ? હમાસે મિસાઈલ વડે ટાર્ગેટ કર્યુ
image : Twitter
તેલ અવીવ,તા.4 નવેમ્બર 2023,શનિવાર
હમાસ સામે ઈઝરાયેલે શરુ કરેલા જંગને એક મહિનો થવા આવ્યો છે. હવે ઈ ઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક પણ કરી રહી છે અને્ આ માટે ઈઝરાયેલે પોતાની તમામ સૈન્ય તાકાત અને હથિયારોને કામે લગાડ્યા છે.
જેમાં ઈઝરાયેલના ટાઈગર તરીકે ઓળખાતા બખ્તરબંધ વાહનોનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ છે કે, ઈઝરાયેલનુ આ ભરોસાપાત્ર હથિયાર હમાસના જંગમાં તકલાદી સાબિત થઈ રહ્યુ છે. હમાસના લડાકુઓ તેને આસાનીથી નિશાન બનાવી રહ્યા છે. બુધવારે હમાસે આવા એક વાહનને કોર્નેટ મિસાઈલ વડે નિશાન બનાવ્યુ હતુ. જેના કારણે તેમાં બેઠેલા સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે.
ટાઈગર વાહનો માટે ઈઝરાયેલે લાખો ડોલર ચુકવ્યા છે. મુખ્યત્વે તેનો ઉપયોગ યુધ્ધના મોરચે સૈનિકોની સુરક્ષિત રીતે હેરફેર કરવા માટે થાય છે. ઈઝરાયેલી સેનાએ અમેરિકન કંપની પાસે આ વાહનો ડેવલપ કરાવ્યા છે. ઈઝરાયેલની સેના સપ્લાય પહોંચાડવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.
તેનુ વજન એક ટન છે અને એક વિશાળ ફાઈટર જેટ બરાબર છે. જેમાં 14 સૈનિકો આરામથી બેસી શકે છે. આખુ વાહન એસી અને હિટિંગ સિસ્ટમથી સજ્જ છે. આગની લપેટો વચ્ચે આ વાહન ઘેરાય તો અંદર સુધી તેની અસર ના થાય તે માટે તેને વિશેષ પ્રકારના કેમિકલ પેઈન્ટ અને થર્મલ ઈન્સ્યુલેશનથી સજ્જ કરવામાં આવ્યુ છે.
તેના પર લગાડવામાં આવેલુ બખ્તર 7. 62 મીમી જાડુ છે અને મશિનગન જેવા નાના હથિયારો સામે તે ટક્કર ઝીલી શકે છે અને પ્રતિ કલાક 60 કિમીની ઝડપથી દોડી શકે છે.
જોકે હમાસના લડાકુઓ હવે તેના પર મિસાઈલનો પ્રયોગ કરી રહ્યા હોવાથી ઈઝરાયેલની સેના પણ ચોંકી ઉઠી છે અને તેની સામે આ ટાઈગર વાહન નબળુ પૂરવાર થઈ રહ્યુ છે.