હમાસને ભૂખે મારવાની ઇઝરાયલની ભયંકર યોજના : ગાઝા પહોંચતી માનવીય સહાય અવરોધી
- ગાઝા શહેર અને ગાઝા પટ્ટી ખાલી કરવા હુકમ કર્યો : સાથે કહ્યું જેઓ ખાલી નહીં કરે તેઓને આતંકવાદી ગણવામાં આવશે
તેલઅવીવ : ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એક ખતરનાક યોજના વિચારી રહ્યા છે. તે પ્રમાણે ગાઝા શહેર અને ગાઝાપટ્ટીમાં વસતા હમાસ સહિતના તમામ પેલેસ્ટાઇનીઓને ભૂખ્યા-તરસ્યા મારવાની ગણતરી કરી રહ્યા છે. તે વિસ્તારમાં પહોંચતા તમામ અન્ન અને જળ બંધ કરવા માગે છે. નેતન્યાહૂ જો આ યોજના અમલમાં મુકશે તો જે પેલેસ્ટાઈનીઓ તેમના ઘર છોડી શકે તેમ નથી કે જેઓ તે છોડવા માગતા પણ નથી તેવા લાખ્ખો પેલેસ્ટાઇનીઓ ભૂખ-તરસથી મરી જવાની ભીતિ સેવાઈ રહી છે.
વરસ દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ ખૂનખાર યુદ્ધમાં ઇઝરાયલે અનેક વખત ગાઝાપટ્ટીનો ઉદારનો (ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશનો) ભાગ ખાલી કરવા અનેક વખત જણાવ્યું પરંતુ રવિવારે આપેલો એ માટેનો લગભગ આખરી હુકમ હોય તેવું લાગે છે.
આ સાથે તેમ પણ કહી દીધું હતું કે જેઓ આ આદેશને અનુસરશે નહીં તેઓને આતંકવાદી ગણવામાં આવશે. સામાન્ય નાગરિકો નહીં. તેથી લશ્કરને તેમનો સફાયો કરવાનો પૂર્વ અધિકાર રહેશે. તેઓને ખાદ્યાન્ન કે પેય-જળ પણ બંધ કરાશે.
પોતાની આ ભયંકર યોજનાનો બચાવમાં નેતન્યાહૂએ કહ્યું હતું કે, હવે આ એક જ માર્ગ બાકી રહ્યો છે કે જે દ્વારા હમાસને બંધકો પણ મુક્ત કરવાની ફરજ પડશે.
ટૂંકમાં ઇઝરાયલે તેના જ ધાર્મિક સ્ક્રોલ્સમાં આવેલા મૂળભૂત સિદ્ધાંતોને ફગાવી દીધા છે.