ઈઝરાયેલની મોટી કાર્યવાહી, આતંકવાદી સંગઠન હમાસ અને ઈસ્લામિક જેહાદના કમાન્ડ સેન્ટર પર કરી એરસ્ટ્રાઈક

હમાસ દ્વારા અલ-અંસાર મસ્જિદનો ઈસ્લામિક જેહાદના કમાન્ડ સેન્ટર તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલની મોટી કાર્યવાહી, આતંકવાદી સંગઠન હમાસ અને ઈસ્લામિક જેહાદના કમાન્ડ સેન્ટર પર કરી એરસ્ટ્રાઈક 1 - image


Israel-Hamas War : ઈઝરાયેલ હમાસ વચ્ચે છેલ્લા 16 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશોના ઘણા લોકો માર્યા ગયા છે તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે ઈઝરાયેલની સેના દ્વારા જેનિન વિસ્તારમાં અલ-અંસાર મસ્જિદ (Al-Ansar Mosque)માં આતંકવાદી સંગઠન હમાસ અને ઈસ્લામિક જેહાદ (Islamic Jihad)ના કમાન્ડ સેન્ટર પર એરસ્ટ્રાઈક કરી છે.  

મસ્જિદનો ઉપયોગ કમાન્ડર સેન્ટર તરીકે થતો હતો

એક ગુપ્તચર માહિતી (intelligence report)થી જાણવા મળ્યુ છે કે આ મસ્જિદનો ઉપયોગ આતંકવાદી હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવા માટે કમાન્ડર સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આ અગાઉ પશ્ચિમ કાંઠાના નૂર શમ્સ શરણાર્થી શિબિરમાં ઇઝરાયલી સૈન્યના હુમલામાં પાંચ બાળકો સહિત 13 પેલેસ્ટિનિયન (Palestinians)ના મોત થયા હતા. ઈઝરાયેલી સેના (Israeli army)એ ગઈકાલે આતંકવાદી લક્ષ્યો પર હુમલાને વધુ તીવ્ર બનાવવાની તેની યોજના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત ગાઝા શહેર (Gaza City)ના લોકોને તેમની સુરક્ષા માટે સાઉથ ગાઝા તરફ સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું હતું.

નેતન્યાહુએ ગાઝા પર વિજય ન થાય ત્યાં સુધી યુદ્ધની પ્રતિજ્ઞા લીધી

હમાસ જૂથ દ્વારા અમેરિકના બે બંધકો (American hostages)ને મુક્તિ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ ફરી એકવાર ગાઝા પર વિજય ન થાય ત્યાં સુધી યુદ્ધ લડવાની પ્રતિજ્ઞાન લીધી અને આકી રાત ગાઝામાં અનેક ઠેકાણાં પર હુમલો ચાલુ રાખ્યો હતો. 

ઈઝરાયેલની મોટી કાર્યવાહી, આતંકવાદી સંગઠન હમાસ અને ઈસ્લામિક જેહાદના કમાન્ડ સેન્ટર પર કરી એરસ્ટ્રાઈક 2 - image


Google NewsGoogle News