સારુ થયુ પાકિસ્તાન હારી ગયુ નહીંતર હમાસને જીત સમર્પિત કરત...ભારતની જીત પર ઈઝરાયેલના રાજદૂત ખુશખુશાલ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
સારુ થયુ પાકિસ્તાન હારી ગયુ નહીંતર હમાસને જીત સમર્પિત કરત...ભારતની જીત પર ઈઝરાયેલના રાજદૂત ખુશખુશાલ 1 - image


નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2023

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચમાં ભારતની જીતના પડઘા છેક ઈઝરાયેલ સુધી પડ્યા છે.

ઈઝરાયેલનો આમ તો ક્રિકેટ સાથે દુર સુધી કોઈ સબંધ નથી પણ હમાસ સાથે ચાલી રહેલા જંગ વચ્ચે ભારતની પાકિસ્તાન પરની જીત બાદ ઈઝરાયેલીઓ પાકિસ્તાનને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનના ક્રિકેટર મહોમંદ રિઝવાને શ્રીલંકા સામે વર્લ્ડકપની મેચમાં સદી ફટકારી હતી અને તેણે કહ્યુ હતુ કે, મારી સદી ગાઝાને સમર્પિત છે. એ પછી શનિવારે ભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપી તે બાદ ઈઝરાયેલને પાકિસ્તાન પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.

ભારત સ્થિત ઈઝરાયેલના રાજદૂતે પાકિસ્તાનની હાંસી ઉડાવી છે. ભારતની જીત બાદ ઈઝરાયેલના રાજદૂત નોર ગિલોને સ્ટેડિયમનો એક ફોટો ટ્વિટ કર્યો હતો. આ ફોટામાં એક ભારતીય ઈઝરાયેલનુ સમર્થન કરતુ પોસ્ટર બતાવતો નજરે પડે છે.

આ ફોટાની સાથે ગિલોને લખ્યુ હતુ કે, અમને ખુશી છે કે, વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારત જીત્યુ છે અને પાકિસ્તાન પોતાની જીત હમાસને  સમર્પિત કરી શક્યુ નથી. અમે મેચ દરમિયાન ઈઝરાયેલનુ સમર્થન કરતા ભારતીયોને જોઈને ભાવ વિભોર બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે જંગનો આજે નવમો દિવસ છે અને બંને પક્ષે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થઈ ચુકયા છે. ઈઝરાયેલની સેના હવે ગાઝા પટ્ટીમાં ગમે ત્યારે ઘૂસી શકે છે.



Google NewsGoogle News