Get The App

Israel-Hamas war| યુદ્ધવિરામ પર અરબ દેશો-અમેરિકા વચ્ચે મતભેદ, એક તૈયાર તો એકનો ઈનકાર

વધુ એક શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલના હુમલા, 38 લોકોના મોતનો દાવો

અમેરિકાએ ચેતવણી આપતાં કહ્યું કે સીઝફાયરથી હમાસને ફરીવાર એકજૂટ થવાની તક મળશે, તે ફરી હુમલા કરશે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war| યુદ્ધવિરામ પર અરબ દેશો-અમેરિકા વચ્ચે મતભેદ, એક તૈયાર તો એકનો ઈનકાર 1 - image
image : IANS


Israel vs Hamas war | હમાસના નેતૃત્વ હેઠળની સરકારે રવિવારે માહિતી આપી હતી કે ગાઝામાં શરણાર્થી કેમ્પ પર રાત્રિ દરમિયાન ઈઝરાયલી સૈન્યના હવાઈ હુમલામાં 38 જેટલાં લોકો મૃત્યુ પામી ગયા છે. જોકે અરબ દેશો ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની માગ કરી રહ્યા છે ત્યારે તેમની આ માગ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અરબ દેશો ()Arab World) સીઝફાયર માટે તૈયાર છે તો અમેરિકા (USA Refuse Ceasefire) હવે ઈઝરાયલની જેમ ઈનકાર કરવા લાગ્યો છે.  

ગાઝામાં મૃતકાંક વધ્યો 

ગાઝામાં સતત મૃતકાંક વધતો જઈ રહ્યો છે. શહેરોમાં પેલેસ્ટાઈનના સમર્થકો મોટાપાયે દેખાવો કરવા લાગ્યા છે અને દુનિયાભરના દેશોમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં માગ ઊઠવા લાગી છે અને ઈઝરાયલની આકરી ટીકા થઈ રહી છે ત્યારે મહિનાથી ચાલતા ભીષણ યુદ્ધનો અંત કરી દેવાની પણ માગ કરવામાં આવી રહી છે. 

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી 

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ગાઝામાં મૃતકાંક વધીને 9500ને વટાવી ગયો છે. આ આંકડો માત્ર એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં મૃત્યુ પામનારા ગાઝાવાસીઓનો છે. તેમાં પેલેસ્ટાઈનમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ સામેલ છે. જોકે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાને પગલે ઈઝરાયલમાં 1400 જેટલા લોકો મૃત્યુ પામી ગયા હતા અને 240થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. 

ઈઝરાયલ દ્વારા ચોતરફી હુમલા

ઈઝરાયલ દ્વારા ત્યારથી જ ગાઝા પટ્ટી પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા હવાઈ, દરિયાઈ અને જમીની એમ ત્રણેય બાજુએથી ગાઝા પટ્ટીમાં હમાસ સંગઠનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે ઈઝરાયલના હવાઈ હુમલામાં મેઘાઝી શરણાર્થી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તાર સેન્ટ્રલ ગાઝામાં આવેલ છે. હમાસ સરકારના મીડિયા ઓફિસના પ્રમુખ સલામા મારુફે કહ્યું હતું કે ઈઝરાયલના આ હવાઈ હુમલામાં 38 પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા જ્યારે 100થી વધુ લોકો ઘવાયા હતા. 

Israel-Hamas war| યુદ્ધવિરામ પર અરબ દેશો-અમેરિકા વચ્ચે મતભેદ, એક તૈયાર તો એકનો ઈનકાર 2 - image


Google NewsGoogle News