ઈઝરાયેલના સૈનિકોએ ગાઝાના બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલના સૈનિકોએ ગાઝાના બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 29 ઓક્ટોબર 2023

ગાઝા પર ઈઝરાયેલે કરેલા આક્રમણને 3 સપ્તાહ પૂરા થઈ ગયા છે. ઈઝરાયેલની સેના સંપૂર્ણપણે ગાઝા પટ્ટી વિસ્તારમાં નથી ઘૂસી પણ તેના સૈનિકો ચોક્કસ ઓપરેશન પાર પાડીને ફરી ઈઝરાયેલમાં પાછા ફરી રહ્યા છે.

ગાઝા પટ્ટીમાં ઘૂસેલા કેટલાક ઈઝરાયેલી સૈનિકોએ પોતાનો રાષ્ટ્રધ્વજ ગાઝાના બિલ્ડિંગો પર ફરકાવ્યો હોવાનો વિડિયો ઈઝરાયેલના પત્રકાર હનન્યા નફ્તાલીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે સાથે તેમણે દાવો કર્યો હતો કે, જે રીતે ઈસ્લામિક સ્ટેટની હાર થઈ તે જ રીતે હમાસની પણ હાર થશે. કટ્ટરવાદ માનવતાનો દુશ્મન છે અને ઈઝરાયેલ દુનિયાને હમાસનો સફાયો કરીને બહેતર બનાવવાની કોશિશ કરી રહ્યુ છે.

બીજી તરફ ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યુ છે કે, હમાસ સામે અમારુ યુધ્ધ ચાલુ રહેશે અને આ યુધ્ધ લાંબુ ચાલશે તેમજ મુશ્કેલ હશે. અમે અત્યારે કરો યા મરો...જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મને કોઈ શંકા નથી કે આ સંઘર્ષમાં ઈઝરાયેલ અંતે વિજેતા બનશે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, ઈઝરાયેલની સેના ગઈકાલે સાંજે ગાઝામાં ઘૂસી હતી અને આ યુધ્ધના બીજા તબક્કાની શરુઆત છે. અમારુ લક્ષ્ય હમાસની બરબાદી અને બંધક બનાવાયેલા અમારા નાગરિકોને પાછા લાવવાનુ છે. ગ્રાઉન્ડ ઓપરેશનને વ્યાપક બનાવવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.

બીજી તરફ હમાસે શરત મુકી છે કે, ઈઝરાયેલની જેલમાં પૂરાયેલા પેલેસ્ટાઈનના લોકોને જો છોડવામાં આવે તો અમે બંધકોને છોડી દેવા માટે તૈયાર છે.



Google NewsGoogle News