Israel Hamas War: ઈઝરાયેલી PM નેતન્યાહૂએ હમાસને 'લોહી પીનારા રાક્ષસો' ગણાવ્યા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
Israel Hamas War: ઈઝરાયેલી PM નેતન્યાહૂએ હમાસને 'લોહી પીનારા રાક્ષસો' ગણાવ્યા 1 - image

Image Source: Twitter

- અમે તૂટીશું નહીં હમાસના ટુકડે ટુકડા કરી નાખીશું: PM નેતન્યાહૂ

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર

ઈઝરાયેના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગઈ કાલે હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ દેશની દેશની કટોકટી સરકારી કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેબિનેટે દક્ષિણી ઈઝરાયેલ પર આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટનું મૌન રાખ્યુ હતું. 

ઈઝરાયેના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ બેઠક દરમિયાન કહ્યું કે, અમે એકજૂઠ થઈને ચોવીસ કલાક ટીમ વર્ક સાથે કામ કરી રહ્યા છીએ. અમારા અંદરની એકતા લોકો, દુશ્મનો અને દુનિયાને એક સ્પષ્ટ મેસેજ આપે છે. 

તમામ મંત્રીઓએ એક મિનિટનું મૌન પાળ્યુ

ઈઝરાયેલના પૂર્વ સંરક્ષણ મંત્રી અને લશ્કરી પ્રમુખ બેની ગેન્ટ્ઝે નેતન્યાહૂ સાથે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ પાંચ સભ્યોની યુદ્ધ-વ્યવસ્થાપન કેબિનેટની રચના કરશે. જ્યાં સુધી લડાઈ ચાલુ રહેશે ત્યાં સુધી સરકાર એવો કોઈ કાયદો કે નિર્ણય પસાર નહીં કરશે જે યુદ્ધ સાથે સંબંધિત ન હોય. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બેઠકમાં કહ્યું કે, હું સરકારના સભ્યોને આપણા દેશના લોકો અને નિર્દયતાથી માર્યા ગયેલા આપણા જવાનોની યાદમાં એક મિનિટનું મૌન રાખવા માટે આગ્રહ કરું છું. પીએમના આગ્રહ બાદ બેઠકમાં હાજર તમામ મંત્રીઓએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ દરમિયાન નેતન્યાહૂએ કહ્યું કે રાષ્ટ્રીય કટોકટી સરકારની આ પ્રથમ બેઠક છે.

અમે હમાસના ટુકડે ટુકડા કરી નાખીશું

બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે મેં અમારા અદ્ભુત જવાનોને જોયા છે જેઓ હવે આગળની હરોળમાં છે અને તેઓ જાણે છે કે આખો દેશ તેમની પાછળ છે. તેઓ કાર્યની ભયાનકતાને સમજે છે. તેઓ લોહી પીનારા રાક્ષસો અને જે અમને નષ્ટ કરવા માંગે છે તેમનો સફાયો કરવા માટે કોઈ પણ ક્ષણે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જો હમાસ એવું વિચારે છે કે, અમે તૂટી જઈશું તો એવું નથી. અમે હમાસના ટુકડે ટુકડા કરી નાખીશું. 


Google NewsGoogle News