Get The App

Isreal-Hamas war| હમાસ સામેના યુદ્ધમાં મહિલા- બાળકોની હત્યા અંગે નેતન્યાહૂ-ટ્રુડો વચ્ચે 'તુ..તુ..મેં..મેં'

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 12000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને સંયમ જાળવવાની જરૂર છે

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
Isreal-Hamas war| હમાસ સામેના યુદ્ધમાં મહિલા- બાળકોની હત્યા અંગે નેતન્યાહૂ-ટ્રુડો વચ્ચે 'તુ..તુ..મેં..મેં' 1 - image


Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી યુદ્ધની સ્થિતિ હજુ જારી છે. દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau on Israel Hamas war and Netanyahu Reply) પણ આ યુદ્ધમાં શાબ્દિક પ્રહાર કરવા કૂદી પડ્યાં. તેમણે ગાઝા પટ્ટીમાં મહિલાઓ અને બાળકોના વધતાં જતાં મૃતકાંક મામલે એવી ટિપ્પણી કરી કે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના પર અકળાયા હતા. 

શું બોલ્યા હતા ટ્રુડો? 

હમાસ તરફથી ઈઝરાયલ પર હુમલો કરાયા બાદથી ઈઝરાયલી સૈન્ય ગાઝા પટ્ટી પર લગભગ મહિના કરતાં વધુ સમયથી હવાઈ હુમલા, ગ્રાઉન્ડ ઓપરેશન અને દરિયામાંથી હુમલા કરી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 12000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. તેમાં સૌથી વધુ બાળકો અને મહિલાઓનો મૃતકાંક હોવાનો દાવો કરાયો છે. જેના પર પ્રતિક્રિયા આપતાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને સંયમ જાળવવાની જરૂર છે. ઈઝરાયલની કાર્યવાહી દુનિયા જોઈ રહી છે. તેણે ગાઝામાં મહિલાઓ, બાળકો અને નવજાતોની હત્યા રોકવી જોઈએ. 

તમે હમાસને શીખવાડો અમને નહીં : નેતન્યાહૂ 

ટ્રુડોના નિવેદન પર નેતન્યાહૂ બરાબરના અકળાયા હતા. તેમણે આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નાગરિકોને જાણી જોઈને ઈઝરાયલે નહીં પરંતુ હમાસે નિશાન બનાવ્યા. હમાસે હજારો યહૂદીઓના માથા વાઢી નાખ્યા અને બાળી નાખ્યા. આ યુદ્ધ માટે તમારે હમાસને જવાબદાર ઠેરવવાની જરૂર છે ન કે ઈઝરાયલને. જઈને હમાસને શીખવાડો અમને નહીં. 

Isreal-Hamas war| હમાસ સામેના યુદ્ધમાં મહિલા- બાળકોની હત્યા અંગે નેતન્યાહૂ-ટ્રુડો વચ્ચે 'તુ..તુ..મેં..મેં' 2 - image


Google NewsGoogle News