યુદ્ધ વચ્ચે ઈઝરાયલી PM નેતન્યાહૂની તબીયત લથડી, યારિવ લેવિનને કાર્યવાહક વડાપ્રધાન બનાવાયા
Netanyahu has undergone successful prostate surgery: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. સતત બગડતી તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની પ્રોસ્ટેટ સર્જરી કરવામાં આવી હતી.
નાયબ વડાપ્રધાનને કાર્યવાહક PM બનાવાયા
ઓપરેશન સફળ થયું અને પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યાં સુધી નેતન્યાહૂ હોસ્પિટલમાં દાખલ રહેશે ત્યાં સુધી તેમના નજીકના સહયોગી યારિવ લેવિન કાર્યવાહક વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે યારિવ લેવિન હાલમાં ઈઝરાયલી સરકારમાં નાયબ વડાપ્રધાન પદ સંભાળી રહ્યા હતા.
કઈ બીમારી થઈ નેતન્યાહૂને?
ઇઝરાયલની સરકારી વિભાગના જણાવ્યા અનુસાર નેતન્યાહૂને મૂત્ર માર્ગમાં ઇન્ફેક્શન હતું જેની સારવાર કરવામાં આવી રહી છે. 75 વર્ષીય નેતન્યાહૂ વિશ્વના સૌથી વૃદ્ધ નેતાઓમાં સામેલ છે. નેતન્યાહૂને તાજેતરના વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કર્યો છે. તેમના નજીકના લોકોએ જણાવ્યું કે ઈઝરાયલ સામે સતત યુદ્ધની સ્થિતિને કારણે નેતન્યાહૂ ઘણા દિવસોથી પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શક્યા ન હતા.