ઈઝરાયેલની યુદ્ધવિરામને લઈ સ્પષ્ટતા, PM નેતન્યાહુએ કહ્યું-આ આત્મસમર્પણ સમાન, યુદ્ધ તો અમે જ જીતીશું

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 9 હજારો લોકોએ જીવ ગુમાવ્યા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલની યુદ્ધવિરામને લઈ સ્પષ્ટતા, PM નેતન્યાહુએ કહ્યું-આ આત્મસમર્પણ સમાન, યુદ્ધ તો અમે જ જીતીશું 1 - image


Israel Hamas War : ઇઝરાયેલ-હમાસ યુદ્ધે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 9 હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા યુદ્ધવિરામની વાત પર સ્પષ્ટતા સામે આવી છે. વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ કરતા કહ્યું કે, 9/11 હુમલામાં જેમ યુદ્ધવિરામને કોઈ સ્થાન ન હતું તેમ અહીં પણ યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી કારણ કે તે એક પ્રકારના આત્મસમર્પણ જેવું છે.

યુદ્ધવિરામ હમાસ સામે આત્મસમર્પણ સમાન 

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ગઈકાલે મીડિયા સાથે વાતચીત દરમિયાન યુદ્ધવિરામને લઈ તેમનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલની સ્થિતિ સ્પષ્ટ કરું છું,  7 ઓક્ટોબરથી શરૂ આ યુદ્ધમાં યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી. યુદ્ધવિરામ કરવું તે ઇઝરાયેલ માટે હમાસ સામે આત્મસમર્પણ સમાન છે.  

આ યુદ્ધ તો અમે જ જીતીશું : નેતન્યાહુ

નેતન્યાહુએ વધુમાં જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે લોકોને ભવિષ્ય માટે લડવું છે કે પછી આતંકી સામે આત્મસમર્પણ કરવું છે. 7 ઓક્ટોબરે જે થયું તે મને યાદ અપાવે છે કે આપણે હુમલાખોરો સામે જ્યાં સુધી લડીશું નહીં ત્યાંસુધી સારા ભવિષ્યનું ઘડતર કરી શકશું નહીં. હુમલાખોરોનો ઉદ્દેશ્ય આપણા ભવિષ્યને નાશ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, ઇઝરાયલે યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ આ યુદ્ધ અમે જીતીશું.

હમાસના આતંકવાદીઓએ તબાહી મચાવી છે

ઈઝરાયેલના પીએમએ કહ્યું કે, હમાસને ફંડ આપવામાં ઈરાન મહત્વની ભૂમિકા છે. આ યુદ્ધમાં હમાસના આતંકીઓએ લોકોને જીવતા સળગાવી દીધા. ઉપરાંત હમાસના આતંકીઓએ યહૂદીઓનો નરસંહાર કર્યો, બાળકોના અપહરણ કર્યા માટે હવે આ યુદ્ધ સાચા અને ખોટાનના ભેદ વચ્ચેની લડાઈ છે. ગઈકાલે નેતન્યાહુએ કેબિનેટ બેઠક મોલવી હતી. આ દરમિયાન તેમણે હમાસની સૈન્ય અને શાસન વ્યવસ્થાને નષ્ટ કરવા અંગે વાત કરી હતી.

અમે અમારા સૈનિકો અને કમાન્ડરોની પડખે 

નેતન્યાહુએ કહ્યું કે અમારા કમાન્ડર અને સૈનિકો દુશ્મનના વિસ્તારમાં લડી રહ્યા છે પરંતુ તેઓ જાણે છે કે તેમની સરકાર અને લોકો તેમની સાથે છે. હું સૈનિકોને મળ્યો છું. અમારી સેના ઉત્તમ છે, જેમાં ઘણા બહાદુર સૈનિકો છે. તે બધામાં જીતવાની ભાવના છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા હવે વધીને 7703 થઈ ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે.


Google NewsGoogle News