Get The App

ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ અલ નાસેર પર ઈઝરાયેલનો ક્રૂર હુમલો, 35 લોકોનાં મોત

અલ નાસેર હોસ્પિટલ બંધ કરવાની ફરજ પડી

નેતન્યાહૂ સરકારના રાજીનામાની માંગ સાથે હજારો ઈઝરાયેલી નાગરિકોના તેલ અવીવમાં વિરોધ પ્રદર્શનો

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલ અલ નાસેર પર ઈઝરાયેલનો ક્રૂર હુમલો, 35 લોકોનાં મોત 1 - image


ગાઝા: ઇઝરાયેલી સેનાના જમીની અને હવાઈ હુમલાઓએ હવે ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલને બંધ કરવાની ફરજ પાડી છે. ઇઝરાયલી સૈનિકોએ હોસ્પિટલ પર દરોડો પાડયો હતો, જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની સારવાર થઈ રહી હતી. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ઘણા આતંકીઓ હોસ્પિટલમાં છૂપાયેલા હતાં. જ્યારે, પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી દળોએ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા. ઈઝરાયેલના હુમલામાં કુલ 35 લોકોના મોત થયા હતાં. 

ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતાં. સેનાના હુમલામાં  35 આતંકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને કારણે અલ નાસેર હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઓક્સિજન ન મળતા ચાર દર્દીઓના મોત થયા હતાં. 

ડબ્લ્યુએચઓના વડાએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર જણાવ્યું કે, ગંભીર દર્દીઓની સ્થિતિ અને તબીબી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે તેમને હોસ્પિટલ પહોંચવાની મંજૂરી આપવામાં આવી નહતી. તે છતાં તેમની ટીમ જીવના જોખમે હોસ્પિટલમાં ગઈ હતી. આ ટીમે જણાવ્યું કે, હોસ્પિટલમાં 200 દર્દીઓ હાજર છે. જેેમાંથી, 20ને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત છે. 

બીજી તરફ, નેતન્યાહૂ સરકારના નિર્ણયના વિરોધમાં ઈઝરાયેલમાં જ પ્રદર્શનો થઈ રહ્યાં છે. હજારો નાગરિકોએ તેલ અવીવના રસ્તાઓ પર યુદ્ધવિરામની માંગ કરી હતી. તેમણે નેતન્યાહૂ સરકારના રાજીનામાની પણ માંગ કરતાં જણાવ્યું કે, પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક સૈનિકોના મોતની સાથે દેશને અરબો ડોલરનો ફટકો પડયો છે. 


Google NewsGoogle News