ઇઝરાયેલના મંત્રીએ ગાજાને આપી દીધી આવી ધમકી, અરબ દેશો ગુસ્સે થયા

એમિચાઇએ ગાજા પર પરમાણુ બોંબ ઝીંકવાની ધમકી આપી હતી

અણુબોંબની ધમકીની સીરિયા,લેબનોન અને સઉદી અરબે પણ ટીકા કરી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલના મંત્રીએ ગાજાને આપી દીધી આવી ધમકી, અરબ દેશો ગુસ્સે થયા 1 - image


તેલઅવિવ,૬ નવેમ્બર,૨૦૨૩,સોમવાર 

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુધ્ધ હજુ પણ ચાલું છે. પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાં આકરી સૈન્ય કાર્યવાહીનો ઇઝરાયેલ બચાવ કરે છે એટલું જ નહી સમગ્ર પરીસ્થિતિ માટે હમાસને જવાબદાર ગણાવ્યું છે. ઇઝરાયેલે વિશ્વ સમુદાયને સ્પષ્ટતા કરી છે કે જયાં સુધી હમાસનો સંપૂર્ણ ખાતમો નથી થાય ત્યાં સુધી હુમલા ચાલું રાખશે. જો કે ઇઝરાયેલના એક મંત્રીએ તાજેતરમાં એક એવું બયાન આપ્યું છે જેનાથી અરબસ્તાનના દેશો ગુસ્સામાં જોવા મળે છે. ઇઝરાયેલના મંત્રીનું નામ એમિચાઇ એલિયાહૂ છે. એમિચાઇએ ગાજા પર પરમાણુ બોંબ ઝીંકવાની ધમકી આપી છે. 

ઇઝરાયેલના મંત્રીએ ગાજાને આપી દીધી આવી ધમકી, અરબ દેશો ગુસ્સે થયા 2 - image

અણુબોંબની ધમકીની સીરિયા,લેબનોન અને સઉદી અરબે પણ ટીકા કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરબ દેશોએ પરમાણુ શસ્ત્રોનું નિયમન અને સર્તકતા રાખતી સંસ્થાને પણ જાણ કરી છે. ઇઝરાયેલના મંત્રી આ વાત એક રેડિયો ઇન્ટરવ્યુમાં કરી હતી.આ ઇન્ટરવ્યુ દરમયાન એલિયાહુને સવાલ પુછવામાં આવ્યો હતો કે ગાજાપટ્ટી પર પરમાણુ બોંબનો પ્રયોગ વિકલ્પ હોઇ શકે છે. આ સવાલના જવાબમાં મંત્રીએ હકાર ભણ્યો હતો.

જો કે વિવાદ વકરતા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંત્રીના નિવેદનની ટીકા કરી હતી. સંરક્ષણમંત્રી યેલાવ ગેલેંટે પણ એમિચાઇ એલિયાહુનો ઉધડો લીધો હતો. વિપક્ષોએ તો બેજવાબદાર નિવેદન કરવા બદલ મંત્રીને બરખાસ્ત કરવાની માંગણી કરી હતી. એલિયાહુ ઇઝરાયેલ સરકારમાં સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રીનુ પદ ધરાવે છે. તેઓ યહુદી શકિતપાર્ટીના નેતા છે. 


Google NewsGoogle News