VIDEO: ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ
Israeli Military Operation In Syria : હમાસી આતંકવાદીઓ પર આક્રમક બનેલા ઈઝરાયલે વધુ એક દેશમાં એરસ્ટ્રાઈક કરી છે. કમાન્ડો ઓપરેશન પાર પાડવા ઈઝરાયેલી સેના સીરિયામાં ઘૂસી હોવાના તેમજ ત્યાં ઈરાનના અધિકારીઓના અપહરણ કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કમાન્ડોએ સીરિયાના પાંચ સૈન્ય સ્થળો ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન મિસાઈલ એટેક પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં સાત લોકોના મોત તેમજ 15 લોકોને ઈજા થઈ છે. ઈઝરાયલની કાર્યવાહી બાદ ઈરાન લાલઘૂમ થયું છે. આ એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલ અને ઈરાન (Iran) વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થઈ ગયો છે.
સીરિયાના બે વિસ્તારમાં એરસ્ટ્રાઈકની સાથે મિસાઈલ હુમલો
મળતા અહેવાલો મુજબ ઈઝરાયેલના કમાન્ડો ફોર્સે નવમી સપ્ટેમ્બરના સીરિયામાં ઘૂસ્યા હતા, જ્યાં તેમણે ઈરાનના અનેક અધિકારીઓના અપહરણ કર્યા છે. સીરિયાના મસયફ અને હામા વિસ્તારમાં ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓ રહે છે અને આ જ વિસ્તારમાં ઈરાનના અધિકારીઓ આવ્યા હતા. જ્યાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કર્યા બાદ ગ્રાઉન્ડ ઓપરેશન પાર પાડ્યું હોવાનું તેમજ મિસાઈલ એટેક પણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મયસફ વિસ્તાર ઈરાની દળો અને ઈરાનના સમર્થક આતંકીઓનો અડ્ડો
સીરિયાની સમાચાર એજન્સી SANAના રિપોર્ટ મુજબ, ઈઝરાયેલના કમાન્ડોએ હામાના પશ્ચિમમાં મસયફને નિશાન બનાવાયું છે. મસયફ ઈરાની દળો અને ઈરાનને સમર્થન આપતા આતંકવાદીઓનો અડ્ડો હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીએ એવું પણ કહ્યું છે કે, કમાન્ડોના હુમલામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 15ને ઈજા થઈ છે.
ઈઝરાયેલી હુમલામાં સાતના મોત, 19 ઈજાગ્રસ્ત
મસયફ સ્થિત હોસ્પિટલના ડિરેક્ટરે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું છે કે, કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મસયફની સરકારી હોસ્પિટલના ડાયરેક્ટર ફૈસલ હૈદરે કહ્યું કે, ‘ઈઝરાયેલ દ્વારા મસયફમાં કેટલાક સ્થળો પર હુમલો કરાયો છે, જેમાં સાતના મોત અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે.’
આ પણ વાંચો : કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો ‘કાળા સોના’નો ભંડાર
કમાન્ડોએ બેથી ચાર ઈરાની અધિકારીને ઉઠાવી લીધા
મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયેલી કમાન્ડોએ બેથી ચાર ઈરાની અધિકારીઓને કેટલીક સિસ્ટમ તેમજ દસ્તાવેજો સાથે ઉઠાવી લીધા છે. આ તમામ અધિકારીઓ મયસફમાં આવેલા સાન્ટિફિક રિસર્ચ સેંટરમાં હતા. કમાન્ડોએ સેન્ટરના ગાર્ડને પણ મોતને ઘાટ ઉતાર્યો છે. આ હુમલો ફાયટર જેટ્સ દ્વારા કરાયો હોવાનો તેમજ હામા વિસ્તારમાં હુમલો કર્યા બાદ હેલિકોપ્ટરથી ગ્રાઉન્ડ ઓપરેશન કરાયું હોવાની વિગતો પણ સામે આવી છે.
ઈઝરાયેલની સીરિયામાં 43 એરસ્ટ્રાઇક
હુમલા બાદ મયસફ-હામામાં ખૂબ જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વર્ષે ઈઝરાયેલે સીરિયામાં ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદી જૂથો પર 43 હવાઈ હુમલા કર્યા છે. સૌથી ઘાતક હુમલો 9મી સપ્ટેમ્બર 2024ના રોજ કરાયો હતો, જેમાં 15 સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 18 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા.