Get The App

ઈઝરાયેલની સેનામાંથી બોગસ સૈનિક પકડાયો, બે મહિના સુધી હમાસ સામે યુધ્ધ પણ લડ્યો

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલની સેનામાંથી બોગસ સૈનિક પકડાયો, બે મહિના સુધી હમાસ સામે યુધ્ધ પણ લડ્યો 1 - image

image : twitter

તેલ અવીવ,તા.2 જાન્યુઆરી 2024,મંગળવાર

હમાસ સામે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલની સેના માટે એક ચિંતાજનક ઘટના બની છે.

ઈઝરાયેલની સેનામાંથી એક બોગસ સૈનિક પકડાયો છે. હેરાન કરનારી વાત એ છે કે, આ બોગસ સૈનિક ઈઝરાયેલની સેના વતી અત્યાર સુધી હમાસ સામેના જંગમાં પણ સામેલ થયો હતો. હવે તેના પર હથિયાર ચોરીનો આરોપ લાગ્યો છે.

તપાસમાં બહાર આવ્યુ હતુ કે, આ વ્યક્તિ સેનામાં ક્યારેય સત્તાવાર રીતેન હોતો જોડાયો. રોઈ યિફ્રેક નામનો 35 વર્ષીય યુવાન સાત ઓકટોબરે હમાસ દ્વારા થયેલા આતંકી હુમલાનો ફાયદો ઉઠાવીને હમાસ સામેના યુધ્ધમાં ઈઝરાયેલના સૈનિક તરીકે સામેલ થઈ ગયો હતો.

આ દરમિયાન તેણે મોટા પાયે હથિયારો, યુધ્ધની બીજી સામગ્રી તેમજ કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ સહિતની વસ્તુઓની ચોરી કરી છે. ઈઝરાયેલના મીડિયાના કહેવા પ્રમાણે તેણે ગાઝામાં લડાઈમાં ભાગ લીધો હતો અને એટલે સુધી કે સૈનિકોને મળવા માટે આવેલા વડાપ્રધાન નેતાન્યાહૂ સાથે તેણે તસવીર પણ ખેંચાવી હતી.

યિફ્રેક સાત ઓક્ટોબરે દક્ષિણ ઈઝાયેલ પહોંચ્યો હતો અને તેણે પોતાની ઓળખ એન્ટી ટેરરિસ્ટ યુનિટના સૈનિક તેમજ બોમ્બ ડિફ્યુઝિંગ એક્સપર્ટ તરીકે આપી હતી. પોલીસે 17 ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મોટા પાયે હથિયારો, દારુગોળો, વોકી ટોકી, એક ડ્રોન અને સૈનિકોના યુનિફોર્મ મળી આવ્યા હતા.

દરમિયાન યિફ્રેકના વકીલે ઈઝરાયેલની ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે, યિફ્રેક એક પેરામેડિક તરીકે ઈઝરાયેલની સેનાની મદદ કરવા માટે પહોંચ્યો હતો અને બે મહિના સુધી તેણે બહાદૂરીપૂર્વક ઈઝાયેલ માટે જંગમાં ભાગ પણ લીધો હતો.


Google NewsGoogle News