VIDEO| ગાઝામાં ઘૂસી ઈઝરાયલી સેના, ટેન્કો સાથે મચાવી તબાહી, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન

ઈઝરાયલી સેનાએ હમાસના ખાત્મા માટે નવી યુક્તિ શોધી કાઢી છે

ઈઝરાયલી ગ્રાઉન્ડ ફોર્સે ઉત્તર ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના અનેક ઠેકાણાને નષ્ટ કરી દીધા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
VIDEO| ગાઝામાં ઘૂસી ઈઝરાયલી સેના, ટેન્કો સાથે મચાવી તબાહી, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન 1 - image

image  : Twitter


Israel vs Hamas War | 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈઝરાયલી સૈન્યએ ગાઝાની ચારેકોર ઘેરાબંદી (Gaza Stip) કરી રાખી છે. જોકે હજુ સૈન્યને ગ્રાઉન્ડ ઓપરેશનની (Israel Ground Opration News)  મંજૂરી મળી નથી. એવામાં ઈઝરાયલી સેનાએ હમાસના ખાત્મા માટે નવી યુક્તિ શોધી કાઢી છે. ઈઝરાયલી ગ્રાઉન્ડ ફોર્સે ઉત્તર ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના અનેક ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. આટલું જ નહીં આ સર્જિકલ સ્ટ્રાઈકને (Surgical Strike)  અંજામ આપ્યા બાદ ઈઝરાયલી સેના પાછી તેની સરહદમાં આવી ગઈ હતી. 

ઈઝરાયલી સેનાએ સૌથી મોટી ઘૂસણખોરી ગણાવી 

ઈઝરાયલી સેના રેડિયોએ હમાસ સાથેના જારી યુદ્ધ વચ્ચે તેને સૌથી મોટી ઘૂસણખોરી ગણાવી છે. સેનાએ આ કાર્યવાહીનો વીડિયો જારી કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈઝરાયલી સૈનિકો બખ્તરિયા વાહનો સાથે ગાઝા સરહદમાં પ્રવેશ્યા અને અહીં ટેન્કથી હમાસના અનેક ઠેકાણે બોમ્બમારો કર્યો. તેમાં એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પણ સામેલ હતી. 

હમાસે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી 

ઈઝરાયલના હુમલામાં અનેક નષ્ટ થઈ ચૂકેલી ઈમારતો દેખાઈ રહી છે. હુમલાને અંજામ આપ્યા બાદ ઈઝરાયલી ટેન્કો પરત આવી ગઇ હતી. સેનાએ નિવેદનમાં કહ્યું કે આ ઘૂસણખોરી લડાઈના આગામી તબક્કાની તૈયારી માટે હતી. આ ઈઝરાયલી સેના દ્વારા હમાસને નષ્ટ કરવાનો સંદેશ હતો. જોકે હમાસે આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી.  

VIDEO| ગાઝામાં ઘૂસી ઈઝરાયલી સેના, ટેન્કો સાથે મચાવી તબાહી, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન 2 - image


Google NewsGoogle News