ચીનમાં ઈઝરાયલના રાજદ્વારી પર જીવલેણ હુમલો, ચપ્પાં વડે કર્યા પ્રહાર, વિદેશ મંત્રાલયે કરી પુષ્ટી
ઈઝરાયલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું કે રાજદ્વારીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે
ઈઝરાયલ અને હમાસમાં જારી (Israel vs Hamas war) યુદ્ધ વચ્ચે ચીનમાં ઈઝરાયલી રાજદ્વારી પર જીવલેણ હુમલો કરાયો છે. ઈઝરાયલી રાજદ્વારી (Israeli diplomates China) પર ચપ્પાં વડે હુમલો કરાયો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની પુષ્ટી કરી હતી.
મંત્રાલયે આપી માહિતી
ઈઝરાયલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું કે રાજદ્વારીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અને તેમની હાલત હાલમાં સ્થિર છે. અગાઉ ઈજિપ્તમાં પર્યટકો પર એક પોલીસ અધિકારીએ ગોળીબાર કરી દીધો હતો. આ ફાયરિંગમાં બે ઈઝરાયલી પર્યટક અને એક ઈજિપ્તના નાગરિકનું મોત નીપજ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે બેજિંગમાં ઈઝરાયલી દૂતાવાસના એક રાજદ્વારી પર શુક્રવારે આ હુમલો કરાયો હતો. જોકે હુમલાનું કારણ હજુ સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે હાલમાં ભારે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે અને તેની અસર આખી દુનિયામાં દેખાઈ રહી છે.