ઇબ્રાહીમ રઈસીનાં મૃત્યુ અંગે યુએનની સલામતી સમિતિમાં 1 મિનિટનાં મૌનથી ઇઝરાયેલી પ્રતિનિધિ ભડક્યાં
Iran news | ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઇસીનાં મૃત્યુ અંગે ભારત સહિત અનેક દેશોએ રાજકીય શોક જાહેર કર્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા રઇસનાં થયેલાં મૃત્યુ અંગે દુનિયાભરના નેતાઓ અને સંસ્થાઓએ શોક સંવેદના દર્શાવી છે. તેવામાં સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિએ રઇસીનાં મૃત્યુ અંગે એક મિનિટનું મૌન રાખ્યું. તેથી ઇઝરાયલના પ્રતિનિધિ ગિલાડ એર્ડને વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે તેમ કરવું યોગ્ય નથી. તે અંગે ઇરાનની ન્યૂઝ એજન્સી ઇર્જા જણાવે છે કે, આમ કહેતી વખતે ઇઝરાયલના પ્રતિનિધિ અત્યંત ગુસ્સામાં હતા.
ઇર્જા વધુમાં જણાવે છે કે જ્યારે સલામતી સમિતિના સભ્યો મૌન હતા ત્યારે ઇઝરાયલના પ્રતિનિધિ ગિલાડ એર્ડને કહ્યું : આજે સલામતી સમિતિમાં ઇરાનના પ્રમુખ અંગે મૌન રખાયું, તો હવે પછીનું તેનું પગલું શું હશે ? શું હવે હીટલરની મૃત્યુતિથિએ પણ મૌન રખાશે ?
આટલું જ નહીં પરંતુ ગિલાડ એર્ડરને કહ્યું કે સલામતી સમિતિ ખુદ વિશ્વ શાંતિ માટે ખતરો બની ગઈ છે. આમ કહેતાં તેઓ એક પોસ્ટર લઇને ઉભા થઇ ગયા. જેમાં ઇબ્રાહીમ રઇસી માટે કેટલીક અઘટિત વાતો લખી હતી સાથે ઉગ્ર અવાજમાં કહ્યું કે, 'આજે એવા લોકો સમક્ષ માથુ ઝુકાવવામાં આવે છે કે જે હજ્જારો લોકોની હત્યા માટે જવાબદાર છે. તેમણે ઇરાન અને ઇઝરાયલમાં હજ્જારો લોકોની કત્લ કરાવે છે. હવે તો હીટલરની મૃત્યુ તિથિએ મૌન રાખવાનું બાકી રહ્યું છે.
જો કે અમેરિકાને પણ ઇરાન સાથે કેટલીયે બાબતોમાં વાંધો હોવા છતાં અમેરિકાના પ્રતિનિધિઓએ મૌન રાખ્યું હતું.'