Israel-Hamas war | ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ઈઝરાયલી આર્મીએ ખાલી કરી, જાણો કેવી છે સ્થિતિ

મહત્ત્વના મેડિકલ સાધનોને નિષ્ક્રિય કરી દીધા, હમાસને પહોંચાડ્યું મોટું નુકસાન

છેલ્લા એક અઠવાડિયાથી ઈઝરાયલી આર્મીએ અલ શિફા હોસ્પિટલ દરોડાની કાર્યવાહી કરી હતી

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war | ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ઈઝરાયલી આર્મીએ ખાલી કરી, જાણો કેવી છે સ્થિતિ 1 - image


Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધની સ્થિતિ વચ્ચે યુદ્ધવિરામની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગાઝામાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ અલ શિફાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર શુક્રવારે અલ શિફા હોસ્પિટલમાંથી ઈઝરાયલી આર્મીએ તેના જવાનોને પાછા બોલાવી લેતાં હોસ્પિટલને ખાલી કરી દીધી છે. 

મહત્ત્વના સાધનો નિષ્ક્રિય કરી દીધાનો દાવો  

પેલેસ્ટાઈનના સિક્યોરિટી સાથે સંકળાયેલા સૂત્રોએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી ઈઝરાયલી આર્મીએ અલ શિફા હોસ્પિટલ દરોડાની કાર્યવાહી કરી હતી. અહીં તેઓ દરોડાની કાર્યવાહી કરીને હમાસના લડાકૂઓને શોધી રહ્યા હતા. માહિતી અનુસાર ઈઝરાયલી આર્મીના જવાનોએ અહીંથી ખસી જતાં પહેલાં પાવર જનરેટર, ઓક્સિજન પંપ અને રેડિયોલોજીના સાધનોને નિષ્ક્રિય કરીને હોસ્પિટલને મોટું નુકસાન પહોંચાડ્યું હતું જેથી કરીને કોઈને સારવાર ન મળી શકે. 

ઈઝરાયલી આર્મીએ શું કહ્યું 

ઈઝરાયલી આર્મીએ કહ્યું હતું કે અમે હોસ્પિટલની અંદર સુધી આવતા અંડરગ્રાઉન્ડ ટનલ અને ટનલ શાફ્ટને વિસ્ફોટ કરીને ઉડાડી નાખી હતી. ઈઝરાયલી આર્મીએ દાવો કર્યો હતો કે હમાસના સભ્યો આ ટનલનો ઉપયોગ કરી રહ્યા હતા. હાલમાં હજુ પણ 250 જેટલાં દર્દીઓ અને સ્ટાફના સભ્યો હોસ્પિટલમાં જ હાજર છે.

Israel-Hamas war | ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ઈઝરાયલી આર્મીએ ખાલી કરી, જાણો કેવી છે સ્થિતિ 2 - image


Google NewsGoogle News