Israel Hamas War : વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે

20,770 વર્ગ કિલોમીટર વાળા દેશની 273 કિલોમીટર લાંબી તટીય સીમા

ઈઝરાયેલ ગ્લોબલ હવાઈ તાકાતમાં ટોપ-ટેન દેશોમાં સામેલ છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
Israel Hamas War : વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે 1 - image
Image : wikipedia

Israel Hamas War : ઇઝરાયેલની સૈન્ય તાકાત (powerful army)ને કારણે તેની વિશ્વના શક્તિશાળી દેશોમાં ગણના થાય છે. 20,770 વર્ગ કિલોમીટર વાળા દેશની 273 કિલોમીટર લાંબી તટીય સીમા છે જ્યારે 1068 કિમીની સરહદ અન્ય દેશો સાથે છે. વીસ હજારથી વધુ વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા દેશની જનસંખ્યા (Population of the country) 89.14 લાખ છે.

ઇઝરાયેલના સૈનિકો કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર 

ઇઝરાયેલ પાસે કુલ 6.46 લાખથી વધુ સૈનિકો છે. 1.73 લાખ સૈનિકો કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર છે. આ સિવાય 4.65 લાખ સૈનિકો અનામતમાં છે જ્યારે 8 હજારથી વધુ સૈનિકો અર્ધલશ્કરી દળમાં સામેલ છે. ઈઝરાયેલ પાસે 89 હજાર વાયુ સૈનિક, 2 લાખ પાયદળ અને 20 હજાર મરીન સૈનિકો છે.  જો હવાઈ તાકાતની વાત કરવામાં આવે તો ઈઝરાયેલ પાસે કુલ 601 એરક્રાફ્ટ છે. જેમાંથી 481 યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર છે. 241 ફાઈટર જેટ છે જેમાંથી 193 ફાઈટર જેટ કોઈપણ સમયે દુશ્મન પર હુમલો કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત 26 જેટ છે અને 23 એરક્રાફ્ટમાંથી 18 ખાસ મિશન માટે કોઈપણ સમયે તૈયાર છે.

ઈઝરાયેલની નેવી પાસે 67 જહાજ

ઈઝરાયેલ પાસે કુલ 126 હેલિકોપ્ટર છે જેમાંથી 101 કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર (Prepare for battle) છે. આ સિવાય 48 એટેક હેલિકોપ્ટર છે, જેમાંથી 38 હંમેશા ઉડાન માટે તૈયાર છે. આ ઉપરાંતકુલ 56,290 વાહન છે, જેમાંથી 45 હજારથી વધુ વાહનો સતત ઉપયોગમાં હોય છે તેમજ 650 સ્વ-સંચાલિત આર્ટિલરી છે, જેમાંથી 520 સરહદો પર તૈનાત (stationed at the border) છે. અહીં 300 ટોડ આર્ટિલરી ગન છે, 240 તોપો હંમેશા તૈયાર રાખવામાં આવે છે. MLRS એટલે મલ્ટીપલ લોન્ચર રોકેટ આર્ટિલરી 300 જેટલી છે. હાલ ગાઝા પર 240થી રોકેટથી  હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઈઝરાયેલની નેવી પાસે 67 જહાજ છે.

ઈઝરાયેલ ગ્લોબલ હવાઈ તાકાતમાં ટોપ-ટેન દેશોમાં સામેલ

ઇઝરાયેલ નેવી પાસે 7 કોર્વેટ, 5 સબમરીન અને 45 પેટ્રોલ વેસલ્સ છે તે સિવાય અમેરિકા એરક્રાફ્ટ કેરિયર્સની અછતને વળતર આપે છે. ઇઝરાયેલની વસ્તીમાંથી 31.11 લાખ લોકો એવા છે જેમને કોઈપણ સમયે સૈન્ય સેવામાં સામેલ કરી શકાય છે. આ સિવાય 1.24 લાખથી વધુ લોકો સૈન્યમાં જોડાવાની ઉંમરે પહોંચી ગયા છે. જો ગ્લોબલ હવાઈ તાકાત (Global air power)ની વાત કરીએ તો આ વર્ષે ઈઝરાયેલ ટોપ ટેન દેશોમાં સામેલ છે. અન્ય દેશોમાં યુએસ એરફોર્સ, યુએસ નેવી, રશિયન એરફોર્સ, યુએસ આર્મી એવિએશન, યુએસ મરીન કોર્પ્સ, ભારતીય વાયુસેના, ચાઇનીઝ એરફોર્સ, જાપાનીઝ એરફોર્સ, ઇઝરાયેલ એરફોર્સ અને ફ્રેન્ચ એરફોર્સ સામેલ છે. 

હવાઈ હુમલાથી બચવા પોતાની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ

ઈઝરાયેલ પાસે હવાઈ હુમલાથી બચવા માટે પોતાની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ છે. તેની પાસે કાઉન્ટર રોકેટ આર્ટિલરી અને મોર્ટાર સાથે શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે. 2011થી તે દેશની સુરક્ષા માટે સતત તૈનાત છે. અત્યાર સુધીમાં 10 બેટરીઓ બનાવવામાં આવી છે. 15 વધુ બનાવવાની યોજના છે. આયર્ન ડોમમાં સ્થાપિત રોકેટનું વજન 90 કિલો છે. લંબાઈ 9.8 ફૂટ છે. તેમની ઝડપ એકદમ ઘાતક છે. તેઓ મેક 2.2ની ઝડપે દુશ્મન મિસાઇલો અથવા રોકેટ પર હુમલો કરે છે.

Israel Hamas War : વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે ઇઝરાયેલના સૈન્યની ગણના, જાણો તેની તાકાત વિશે 2 - image


Google NewsGoogle News