હજુ તો શરૂઆત છે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે...' ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
હજુ તો શરૂઆત છે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે...' ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ 1 - image


Israeli Army Chief General herzi halevi on hezbollah: આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઈઝરાયલે હીઝબુલ્લાહના આતંકવાદીઓેને મંગળવારે પેજર બ્લાસ્ટ બાદ ગઈકાલે વોકી-ટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડયો હતો. બુધવારે લેબનોન પર ઇઝરાયેલા વોકી-ટોકી હુમલામાં 9થી વધુ લોકોના મોત થયા છે અને300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ આંકડો વધી પણ શકે છે. હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાહને સ્તબ્ધ કરી દીધુ છે. લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે. ઈઝરાયલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયું છે. આ વચ્ચે ઈઝરાયલે હિઝબુલ્લાહને નવી ધમકી આપી છે, આ ધમકીથી હડકંપ મચી ગયો છે.

હવે આ વચ્ચે ઈઝરાયેલના આર્મી ચીફે મોટું નિવેદન આપતા કહ્યું કે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલના આર્મી ચીફ જનરલ હર્ઝી હલેવીએ બુધવારે ઈઝરાયલના ઉત્તરી કમાનની મુલાકાત લીધી હતી. હલેવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને વિસ્તારમાં રક્ષણાત્મક અને આક્રમક યોજનાઓને મંજૂરી આપી હતી.

હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે: ઈઝરાયલ

તેમણે કમાન્ડરોને સંબોધિત કરતા કહ્યું કે, અમે હજુ પણ ઘણી એવી ક્ષમતાઓથી સજ્જ છીએ જે અમે હજુ સક્રિય નથી કરી. નિયમ એ છે કે જ્યારે પણ અમે કોઈ નિશ્ચિત તબક્કા માટે કામ કરી રહ્યા હોઈએ છીએ, તો આગળના બે તબક્કાઓ પર આગળ વધવા માટે અગાઉથી જ તૈયાર રહીએ છીએ. આ તો હજું શરૂઆત છે, યુદ્ધના દરેક તબક્કામાં હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે.

તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયના વડાપ્રધાન નેતન્યાહૂએ ઉત્તરી સરહદ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવેલા હજારો નિવાસીઓને તેમના ઘરે પરત મોકલવાની કસમ ખાધી છે. ઈઝરાયલના અધિકારીઓએ છેલ્લા બે દિવસમાં હિઝબુલ્લાના સંચાર સાધનો પરના હુમલાઓ પર ટિપ્પણી કોઈ ટિપ્પણી નથી કરી, જેમાં 20થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયલના રક્ષા મંત્રીનું નિવેદન

બીજી તરફ ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેન્ટે બુધવારે ઉત્તર ઈઝરાયલમાં રામત-ડેવિડ એરફોર્સ બેઝની મુલાકાત લીધી અને લેબનોનમાં થયેલા વિસ્ફોટોનો પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો. ગેલેન્ટે કહ્યું કે, આપણે આ યુદ્ધમાં એક નવા યુગની શરૂઆતમાં છીએ અને આપણે ખુદને તેના અનુકૂળ બનાવવાની જરૂર છે. તેમણે દેશની સુરક્ષા એજન્સી, શિન બેટ અને તેની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે મળીને ઈઝરાયેલ સંરક્ષણ દળો (IDF)ની 'ઉત્કૃષ્ટ સિદ્ધિઓ' ની પ્રશંસા કરી.

આ અગાઉ CNNએ દાવો કર્યો હતો કે મંગળવારનું ઓપરેશન IDF અને મોસાદ વચ્ચેનો સંયુક્ત પ્રયાસ હતો, પરંતુ ગેલેન્ટની ટિપ્પણીઓ પહેલીવાર છે જ્યારે કોઈ ઈઝરાયલી અધિકારીએ ડબલ હુમલામાં ઈઝરાયેલની ભૂમિકાને સ્પષ્ટપણે સ્વીકારી છે.

બ્લાસ્ટને લઈને લેબનોનમાં લોકોમાં ભય

તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં લેબનોનમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં બ્લાસ્ટને લઈને ભયનો માહોલ છે. પેજર, વોકી-ટોકી, સોલર પેનલ બાદ હવે લેબનોનના ઘણા વિસ્તારોમાં મોબાઈલમાં પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બુધવારે રાજધાની બેરુતના ઘણા વિસ્તારોમાં વોકી-ટોકીમાં વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઈ હતી. 


Google NewsGoogle News