ઇઝરાયેલના હવાઇ હુમલામાં હમાસના સ્થાપક સભ્યનું મોત, ગાજામાં તબાહીના નિશાન

૧૯૮૭માં ગાજામાં મુસ્લિમ બ્રધરહૂડની બેઠકમાં હાજર હતો.

અબ્દ અલ ફતહને અબૂ ઓસામા નામથી પણ ઓળખવામાં આવતો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલના હવાઇ હુમલામાં હમાસના સ્થાપક સભ્યનું મોત, ગાજામાં તબાહીના નિશાન 1 - image


તેલઅવીવ,૧૧ ઓકટોબર,૨૦૨૩,બુધવાર 

ઇઝરાયેલમાં આતંકી સંગઠન હમાસના હુમલા પછી ધમાસાણ લડાઇ ચાલું છે. હમાસે દરિયાઇ, હવાઇ અને જમીન એમ ત્રણેય મોરચે હુમલાનો પ્લાન કર્યો હતો. હમાસ કેટલું ખતરનાક આતંકી સંગઠન છે એ તેના હુમલા પરથી દુનિયાને ખ્યાલ આવ્યો છે. સુયોજિત હુમલાનું કાવતરુ મહિનાઓ પહેલા ઘડાયું હોવાનું માનવામાં આવે છે. આતંકી સંગઠન હમાસની સ્થાપના ૧૯૮૭માં ગાજામાં થઇ હતી. ગાજા પેલેસ્ટાઇનનો જ એક વિસ્તાર છે. જે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ગાજાને લઇને ખૂબ અથડામણ થઇ છે

ઇઝરાયેલના હવાઇ હુમલામાં હમાસના સ્થાપક સભ્યનું મોત, ગાજામાં તબાહીના નિશાન 2 - image

. ઇઝરાયલે એ આતંકી સંગઠન હમાસના સંસ્થાપક સદસ્ય પૈકીના એર અબ્દ અલ ફતહને ગાજામાં મારી નાખ્યો હોવાનો દાવો કર્યો છે. અબ્દ અલ ફતહને અબૂ ઓસામા નામથી પણ ઓળખવામાં આવતો હતો. મધ્ય ગાજામાં ઇઝરાયલના ફાઇટર વિમાનોએ બોંબ હુમલામાં મોતને ઘાટ ઉતાર્યો હતો. 

 ઇઝરાયેલ ગાજાએ એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે હમાસનો અર્થ વ્યવસ્થા મંત્રી અને સમૂહના પોલિત બ્યૂરોના એક અન્ય વરિષ્ઠ સદસ્યનું મોત થયું હતું. આ પોલીત બ્યૂરો અબ્દ અલ ફતહ છે. આ શખ્સ ૧૯૮૭માં શરણાર્થી શિબિરમાં સ્કૂલ પ્રિન્સીપાલ તરીકે ગાજામાં મુસ્લિમ બ્રધરહૂડની બેઠકમાં હાજર હતો. ઇઝરાયેલના સમૂળા વિનાશ બાબતે સહમતી વ્યકત કરવામાં આવી હતી.


Google NewsGoogle News