Get The App

હમાસના નેતા યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતારીને રહીશું, મીડિયા સમક્ષ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીની પ્રતિજ્ઞા

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
હમાસના નેતા યાહ્યા સિનવારને મોતને ઘાટ ઉતારીને રહીશું, મીડિયા સમક્ષ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીની પ્રતિજ્ઞા 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 5 નવેમ્બર 2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં ગાઝા પટ્ટીમાં હજારો લોકોના મોત થઈ ચુકયા છે પણ ઈઝરાયેલ હુમલા રોકવાના મૂડમાં નથી.

હવે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદી  નેતા યાહ્યા સિનવાર સુધી પહોંચશે અને તેને મારી નાંખશે.

ગેલેન્ટે કહ્યુ હતુ કે યુધ્ધના અંતમાં છેવટે હમાસનુ અસ્તિત્વ ખતમ થઈ જશે. ગાઝા પટ્ટીથી ઈઝરાયેલને ભવિષ્યમાં કોઈ ખતરો નહીં રહે અને ઈઝરાયેલને ધમકી આપનારાની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાવનો ઈઝરાયેલને અબાધિત અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરુ કર્યુ છે અને તેમાં ઈઝરાયેલે પોતાના 28 સૈનિકોને પણ ગુમાવ્યા છે.

ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલ હમાસના ટોચના લશ્કરી નેતાઓને ટાર્ગેટ કરી રહ્યુ છે. ઈઝરાયેલના એક ડ્રોને હમાસના નેતા ઈસ્માઈલ  હાનિયાના ગાઝા સ્થિત ઘર પર પણ મિસાઈલ એટેક  કર્યો હતો. હાનિયા તો તે સમયે ઘરમાં નહોતો પણ આ એટેકમાં તેના પરિવારના બીજા કોઈ સભ્યનુ મોત થયુ છે કે નહીં તેની જાણકારી હજી સામે આવી નથી. હાનિયા 2019થી તુર્કી અને કતારમાં રહે છે. ગાઝામાં માત્ર તે અવર જવર કરતો હોય છે.

દરમિયાન ઈઝરાયેલની સેનાને ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન  હમાસના આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયારો, ગ્રેનેડ, રોકેટ લોન્ચર, કોમ્યુનિકેશન ઉપકરણો પણ મળી રહ્યા છે.

શુક્રવારે ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાની 15 આતંકીઓ સાથે અથડામણ થઈ હતી.ઈઝરાયેલે હમાસની ત્રણ ચેક પોસ્ટ નષ્ટ કરવાનો દાવો કર્યો હતો.



Google NewsGoogle News