રફાર યુદ્ધ પછી થોડાં જ સપ્તાહોમાં ઇઝરાયેલ સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લેશે : બેન્જામીન નેતન્યાહુ
- દોહામાં યુદ્ધ વિરામ મંત્રણાઓ ચાલે છે છતાં નેતન્યાહુ કહે છે કોઇપણ સમજૂતી થાય તો પણ રફાર આક્રમણ તો ચાલુ જ રહેશે
તેલઅવીવ : ગાઝા-પટ્ટીમાં યુદ્ધ વિરામ અંગે મંત્રણાઓ ચાલી રહી છે. તેવે સમયે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યૂહુએ જણાવ્યું હતું કે હમાસ પરના સંપૂર્ણ વિજય પછી જ યુદ્ધ બંધ થશે.
તે સર્વવિદિત છે કે, ૧૪ લાખ જેટલાં પેલેસ્ટાઈનીઓ ગાઝા પટ્ટીમાનાં રફાર શહેર પાસે રચવામાં આવેલાં ટેન્ટ સીટીમાં જ રહે છે.
ગાઝામાં યુદ્ધ વિરામ વિષેની મંત્રણાઓ દોહામાં ઇજીપ્તના અનુરોધથી ફરી પાછી શરૂ થઈ રહી છે. છતાં નેતાન્યુહૂ કહે છે ભલે કોઈ પણ મંત્રણા થાય કે કોઈપણ સમજૂતી સધાય છતાં રફાર ઉપરનો હુમલો બંધ નહીં થાય. નેતાન્યુહૂએ સીબીએસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે જો (યુદ્ધ વિરામ અંગે) કોઈપણ સમજૂતી થશે તો પણ તેમાં થોડી ઢીલ થશે, મોડું થશે પરંતુ તે થશે જ.
તેઓએ વધુમાં કહ્યું : જો કોઈ સમજૂતી ન સધાય તો પણ અમે સમજૂતી સાધીશું જ કોઈ પણ રીતે સમજૂતી સાધીશું કારણ કે સંપૂર્ણ વિજય તે અમારું ધ્યેય છે. અને તે મહિનાઓ જેટલો દૂર નથી. માત્ર થોડાં સપ્તાહો જેટલો જ (સંપૂર્ણ વિજય) દૂર છે. માત્ર અમે ફરી કાર્યવાહી શરૂ કરીએ તેટલી જ વાર છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઇઝરાયેલી પ્રતિનિધિ મંડળ પેરીસ પહોંચ્યું હતું અને ફરી યુદ્ધ વિરામ અંગે તથા પરસ્પરના બંદીવાનોની મુક્તિ વિષે પણ ચર્ચા કરી હતી. તે પછી દોહામાં ફરી મંત્રણાઓ શરૂ થઈ છે જેમાં પેલેસ્ટાઈની પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. આમ છતાં નેતાન્યુહૂ તેમનું અક્કડવલણ છોડવા તૈયાર નથી લાગતા તેવો નિરીક્ષકોનો મત છે.