Get The App

'જો ઉકસાવશો તો ધૂળમાં મિલાવી દઈશું', ઈઝરાયલની હિઝબુલ્લાહને ખુલ્લી ધમકી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
'જો ઉકસાવશો તો ધૂળમાં મિલાવી દઈશું', ઈઝરાયલની હિઝબુલ્લાહને ખુલ્લી ધમકી 1 - image


Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ આખા મિડલ ઈસ્ટ માટે માથાનો દુઃખાવો બન્યું છે. હમાસને કેટલાક અન્ય આતંકી સંગનોનો પણ સાથ મળી રહ્યો છે, જેમાં હિઝબુલ્લાહ પણ સામેલ છે, પરંતુ હવે તેના માટે ઈઝરાયલને ધમકી આપી દીધી છે. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે જો હિઝબુલ્લાહ તેને ઉકસાવશે તો પછી હિઝબુલ્લાહને ધૂળમાં મિલાવી દઈશું. તેવામાં હવે એ નક્કી છે કે, ઈઝરાયલ જરૂર પડવા પર હિઝબુલ્લા પર હુમલો કરી શકે છે.

ઈઝરાયલી સેના દ્વારા હિઝબુલ્લાહને અપાયેલી ચેતવણી હિઝબુલ્લાહ માટે આવનારી મુશ્કેલીઓનો સંકેત પણ આપી રહી છે. ઈઝરાયલી સેના હમાસ વિરૂદ્ધ ચાર મહિનાથી જાહેર યુદ્ધ દરમિયાન ઉત્તર બોર્ડર હિઝબુલ્લાહની ગતિવિધિઓનો ઉલ્લેખ કર્યો છે. ઈઝરાયલી સેનાએ પણ સ્વીકાર કર્યો છે કે, સીરીયામાં તેમણે અનેક હવાઈ હુમલા કર્યા હતા.

આ મુદ્દે ઈઝરાયલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, યુદ્ધ અમારી પહેલી પ્રાથમિકતા તો નથી, પરંતુ અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, જ્યાં જ્યાં હિઝબુલ્લાહ હશે, અમે ત્યાં ત્યાં હુમલો કરતા રહીશું. જે લેબનાન માટે યોગ્ય છે, તે સીરિયા માટે પણ યોગ્ય છે, અને એજ વાત વધુ પડતા સ્થાનો માટે યોગ્ય છે, નહીતર તેમની મુશ્કેલીઓ વધી શકે છે.

ઈઝરાયલના રક્ષા મંત્રી આક્રમક મૂડમાં

આ અગાઉ ઈઝરાયલના રક્ષા મંત્રીએ પણ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, હમાસ વિરૂદ્ધ સીઝફાયરનો મતલબ એ નથી કે ઈઝરાયલ હિઝબુલ્લાહ વિરૂદ્ધ પણ કોઈ હુમલો નહીં કરે.

27 હજારથી વધુ લોકોના ગયા જીવ

જણાવી દઈએ કે, ઈઝરાયયલ હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધીમાં અંદાજિત 27,238 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 66,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ સિવાય ગાઝાની અંદાજિત 85 ટકા જનતા પણ ત્યાંથી વિસ્થાપિત થઈ ચૂકી છે અને ઈઝરાયલી સેનાના હુમલામાં છેલ્લા 24 કલાકમાં 107 લોકોના મોત થયા છે.


Google NewsGoogle News