Israel-Hamas war| બોલિવિયા, જોર્ડન, બહેરીન બાદ વધુ એક દેશે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કર્યા

હોન્ડુરાસે તેમના રાજદ્વારીને તાત્કાલિક ધોરણે ઈઝરાયલ છોડવા કહ્યું

આ સાથે હોન્ડુરાસે ગાઝામાં માનવીય કોરિડોર સ્થાપિત કરવાની માગ કરી

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
Israel-Hamas war| બોલિવિયા, જોર્ડન, બહેરીન બાદ વધુ એક દેશે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કર્યા 1 - image

Honduras ends Diplomatic Relation with Israel | ગાઝામાં હમાસ સામેના યુદ્ધમાં હવે ઈઝરાયલની મુશ્કેલી વધતી જઈ રહી છે. એક પછી એક અનેક દેશો ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક દેશ ઉમેરાયું છે. જેનું નામ છે હોન્ડુરાસ. અહીંના વિદેશમંત્રી એનરિક રીનાએ કહ્યું હતું કે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના (Israel vs Palestine war) નાગરિકોની વસતીની ગંભીર સ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ત્રોએ અમારા રાજદૂત રોબર્ટો માર્ટિનેઝને તાત્કાલિક ધોરણે ઈઝરાયલ છોડી દેવા આદેશ કર્યો છે. 

હોન્ડુરાસે મૂકી આ શરત 

હોન્ડુરાસ ઈચ્છે છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે અને સહાયની સપ્લાય તથા શાંતિ મંત્રણા શરૂ કરવા માટે એક માનવીય કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે કહ્યું કે ગાઝાની સ્થિતિના આધારે જ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

અગાઉ બહેરીને પણ સંબંધો તોડ્યા હતા 

અગાઉ ગઈકાલે બહેરીન સરકારે જાહેરાત કરી હતી કે તેણે ગાઝામાં (Gaza Strip) ચાલી રહેલા યુદ્ધને (Israel vs Hamas War) ધ્યાનમાં રાખી ઈઝરાયલ સાથેના સંબંધોનો અંત લાવી દીધો છે. સાથે જ ઈઝરાયલથી તેમના રાજદૂતોને પરત પણ બોલાવી લીધા છે. અહેવાલ અનુસાર ઈઝરાયલ અને બહેરીને 2020માં અમેરિકાના કહેવા પર અબ્રાહ્મ સમજૂતી હેઠળ સંબંધો સામાન્ય કરી લીધા હતા. ઈઝરાયલ અને બહેરીન વચ્ચે સંબંધો સામાન્ય છે. અગાઉ બોલિવિયા, જોર્ડન, ચિલી અને કોલંબિયાએ તેમના રાજદૂતોને પાછા બોલાવી લીધા હતા. 

પેલેસ્ટાઈનના સમર્થક દેશોની સંખ્યા વધી 

એક નિવેદન જાહેર કરીને અરબ રાષ્ટ્રની પ્રતિનિધિ કાઉન્સિલે કહ્યું કે પેલેસ્ટાઈનના મુદ્દા અને અને પેલેસ્ટાઈનના અધિકારો માટે બહેરીન તેના સમર્થનની પુષ્ટી કરે છે. જોકે ઈઝરાયલે ભારપૂર્વક કહ્યું કે એવો કોઇ નિર્ણય નથી લેવાયો અને બંને દેશો વચ્ચે સંબંધ સ્થિર બનેલા છે. 

Israel-Hamas war| બોલિવિયા, જોર્ડન, બહેરીન બાદ વધુ એક દેશે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કર્યા 2 - image


Google NewsGoogle News