Israel vs Hamas war | 'હમાસ અમારા દબાણ હેઠળ', બંધકોને મુક્ત કરાતાં ઈઝરાયલની ચોખ્ખી વાત

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પંદરમાં દિવસે હમાસે છેલ્લા 15 દિવસથી અપહરણ કરાયેલા બે અમેરિકન નાગરિકોને મુક્ત કર્યા

અપહરણ કરાયેલા અમેરિકન નાગરિકોના નામ જુડિથ અને નતાલી રાનન હોવાનું કહેવાય છે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
Israel vs Hamas war | 'હમાસ અમારા દબાણ હેઠળ', બંધકોને મુક્ત કરાતાં ઈઝરાયલની ચોખ્ખી વાત 1 - image

Israel vs Hamas War | ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પંદરમાં દિવસે હમાસે છેલ્લા 15 દિવસથી અપહરણ કરાયેલા બે અમેરિકન નાગરિકોને મુક્ત કર્યા હતા. અપહરણ કરાયેલા અમેરિકન નાગરિકોના નામ જુડિથ અને નતાલી રાનન હોવાનું કહેવાય છે. બંને માતા અને પુત્રી છે.

'હમાસ ઇઝરાયેલના દબાણમાં છે'

આ અંગે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના વરિષ્ઠ સલાહકાર માર્ક રેજેવે (Mark Regev) જણાવ્યું હતું કે   "બંધકોને કોઈપણ શરત વિના મુક્ત કરવામાં આવ્યા છે અને તે અમારા માટે ખુશીની વાત છે." માર્ક રેજેવે કહ્યું છે કે હમાસે ઈઝરાયલના દબાણને કારણે અમેરિકન માતા-પુત્રીને મુક્ત કર્યા છે. તેમણે કહ્યું, "હમાસ ઇઝરાયેલના દબાણમાં છે. હમાસ ઇઝરાયેલની સૈન્યની તાકાતથી દબાણમાં છે અને તેની સાથે રાજદ્વારી દબાણ પણ છે."તેમણે કહ્યું, "જો અમે આ દબાણ ચાલુ રાખીશું તો વધુ બંધકોને છોડવાની હમાસને ફરજ પડશે." માર્ક રેજેવે કહ્યું કે, અમે આ દબાણ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

હમાસે કહ્યું - સ્થિતિ સ્થિર રહેશે તો... 

હમાસે અમેરિકનોની મુક્તિને માનવતાનું નામ આપ્યું છે . આ સાથે હમાસે કહ્યું છે કે જો સ્થિતિ સ્થિર રહેશે તો તે વધુ બંધકોને મુક્ત કરશે. નાગરિકોને મુક્ત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને બંને અમેરિકન નાગરિકો સાથે ફોન પર વાત કરી હતી. બંને નાગરિકોની મુક્તિ માટે અમેરિકાએ કતારનો આભાર માન્યો છે. કતાર આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

Israel vs Hamas war | 'હમાસ અમારા દબાણ હેઠળ', બંધકોને મુક્ત કરાતાં ઈઝરાયલની ચોખ્ખી વાત 2 - image


Google NewsGoogle News