ગાઝામાં બોમ્બીંગ ટાર્ગેટસ શોધવા ઈઝરાયેલે AIનો ઉપયોગ કર્યો ?

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
ગાઝામાં બોમ્બીંગ ટાર્ગેટસ શોધવા ઈઝરાયેલે AIનો ઉપયોગ કર્યો ? 1 - image


- વ્હાઈટ હાઉસના પ્રવકતા જ્હોન કીર્વીએ CNN ચેનલને જણાવ્યું : અમે લવન્ડર નામના એ ઈઝરાયેલી કાર્યવાહીની સત્યતા તપાસીએ છીએ

વોશિંગ્ટન : ગાઝામાં નિશાનો શોધી કાઢવા માટે ઈઝરાયેલી સેના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. તેવા મીડીયા રિપોર્ટની સત્યતા અમે ચકાસી રહ્યા છીએ તેમ વ્હાઈટ હાઉસના પ્રવકતા જ્હોન કીર્વીએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું.

સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્ક (CNN) ને આપેલી એક મુલાકાતમાં કીર્વીએ કહ્યું હતું કે, હજી સુધી અમે તે મીડીયા રિપોર્ટની ચકાસણી કરી નથી પરંતુ, અમોને જાણવા મળ્યું છે કે +૯૭૧ નામના મેગેઝીનમાં તેમજ લોકલ કોલ નામના વર્તમાન પત્રમાં (ટેબ્લોઈડમાં) બુધવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલના જાસૂસી વિભાગના અધિકારીઓ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંબંધે જોડાયેલા છે. તે પ્રોજેકટનું ગુપ્ત નામ તેમણે લવન્ડર પણ રાખ્યું હોવાનું કહેવાય છે.

આ  સાથે આ અહેવાલોમાં તેમ પણ લખવામાં આવ્યું છે કે, આ એ.આઈ. દ્વારા ઈઝરાયેલી સેનાએ હત્યા યોગ્ય તેવા હજ્જારો, હમાસ અને પેલેસ્ટાઇનીઓને જુદા તારવી લીધા છે, તેઓ શંકાસ્પદ ત્રાસવાદીઓ છે. તેથી તેમને નિશાન બનાવવામાં આવે છે.

જો કે ઈઝરાયેલ સેનાના અધિકારીઓ કહે છે કે, આવું કોઈ કૃત્ય અમે કર્યું જ નથી. હવે ઈઝરાયેલી સેનાના તે દાવાને અમેરિકી જાસૂસી સંસ્થાઓ તલસ્પર્શી રીતે તપાસી રહી છે.

આ સાથે કીર્વીને ગાઝામાં પ્રવેશવાની ઈઝરાયેલી સેનાએ ખાદ્ય પદાર્થો માટે ઇરેઝ ક્રોસિંગ ખુલ્લું કરાયા હોવાના અહેવાલો પ્રત્યે પત્રકારોએ ધ્યાન દોર્યું ત્યારે કીર્વીએ કહ્યું કે અમને પાકી માહિતી નથી, પરંતુ જો તેમ હોય તો તે આવકારદાયક પગલું છે.


Google NewsGoogle News