યુદ્ધ વચ્ચે અમેરિકાનું બેવડું વલણ, ઈઝરાયલને મોટી સૈન્ય સહાય કરતાં 12 ગામ પર ભીષણ બોમ્બમારો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
યુદ્ધ વચ્ચે અમેરિકાનું બેવડું વલણ, ઈઝરાયલને મોટી સૈન્ય સહાય કરતાં 12 ગામ પર ભીષણ બોમ્બમારો 1 - image


Israel vs Gaza War Updates | ઇઝરાયેલ પર હિઝબુલ્લાહ જે રીતે એક પછી એક હુમલા કરી રહ્યુ છે તે જોતાં માનવામાં આવી રહ્યુ છે કે ઇઝરાયેલ  ગાઝાપટ્ટી  પછી લેબનોનનો વારો કાઢશે તે નિશ્ચિત છે. હિઝબુલ્લાહના આતંકવાદીઓના જવાબમાં ઇઝરાયેલના કેટલાક સૈનિકો માર્યા ગયાહતા. તેના જવાબમાં ઇઝરાયેલે વળતી કાર્યવાહી કરતાં  લેબનોનના સરહદી વિસ્તારોના બારેક ગામ રીતસરના ખતમ કરી દીધા હતા. આ બતાવે છે કે ઇઝરાયેલ માટે પણ હમાસ પછી યુદ્ધ ખતમ થયું નથી, ઉપરથી વધુ એક મોરચો ખૂલ્યો છે.

ઇઝરાયેલ સામે ખૂલેલા બંને મોરચાને ધ્યાનમાં રાખીને અમેરિકા ઇઝરાયેલના રફાહ પરના હુમલાના જોરદાર વિરોધ સામે તેને એક અબજ ડોલરની લશ્કરી મદદ કરવાનું છે. 

આ યુદ્ધમાં ઈઝરાયલને સહાય કરવા માટે બંને પક્ષો રીપબ્લિકન્સ તેમજ ડેમોક્રેટસ  દ્વારા પ્રમુખ જો બાઇડેન ઉપર દબાણ થઈ રહ્યું છે.

તે પેકેજમાં ઈઝરાયલને પહેલી જ ખેપમાં ૩૫૦૦ બોંબ રવાના કરાયા હતા. જે આ મહિનાના પ્રારંભમાં જ મોકલાયા હતા. તે ઉપરાંત હવેની ખેપોમાં ડોલર ૭૦૦ મિલિયનનું ટેન્ક એમ્યુનેશન, ૫૦૦ મિલિયન ડોલર્સના ટેકિટકલ વ્હીકલ્સ તથા ૬૦ મિલિયન ડોલર્સના મોર્ટાર શેલ્સ રવાના કરાશે.

ઉલ્લેખનીય છે કે રફાહ ઉપરના હુમલા અંગે બાઇડેન અને નેતન્યાહુ વચ્ચે વિવાદ ઉપસ્થિત થયો હતો. બાઇડેને તે હુમલો કરવાનો ઈઝરાયલ ઉપર સ્પષ્ટ પ્રતિબંધ મુક્યો હતો. કારણ કે રફામાં ૧૦ લાખ પેલેસ્ટાઇનીઓએ આશ્રય લીધો છે.

આ તરફ ઈઝરાયલી દળો ટેન્ક ફોર્સ સાથે રફાહના મૂળ શહેરને ઘેરીને ઉભા છે. મૂળ શહેરથી દૂર આવેલા પરાઓ સુધી ઈઝરાયલ સેના પહોંચી ગઈ છે.આ સંયોગોમાં પહેલા તો બાયડેને રફાહ ઉપર આક્રમણ નહીં કરવા ઈઝરાયલને જણાવી દીધું હતું. તેની સાથેતેણે  તેવી પણ ધમકી આપી હતી કે, જો તે રફાહમાં આગળ વધશે તો તેને શસ્ત્ર સહાય બંધ કરી દેશે.ઈઝરાયલે તાજેતરમાં એક સ્કૂલ ઉપર હુમલો કર્યો હતો. તે હુમલાનો બચાવ કરતાં તેણે કહ્યું હતું કે તે સ્કૂલનો એક રુમનો પેલેસ્ટાઇની વોર રૂમ તરીકે ઉપયોગ કરે છે.

ગાઝાપટ્ટીમાં અત્યારે ભૂખમરા જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે. ત્યાં પાણીની પણ ખેંચ છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગાઝામાં અનાજ પહોંચી શક્યું નથી. ઓછામાં ઓછા ૧૧ લાખ લોકો તે ભૂખમરામાં ફસાઇ ગયા છે.


Google NewsGoogle News