Get The App

હમાસની આર્થિક જેહાદથી ઇઝરાયેલ પરેશાન, લડાઇ લાંબી ચાલે તેવા એંધાણ

લડાઇ પછી હમાસ સંગઠનને ગૂપ્ત રીતે ઓનલાઇન મદદ વધી રહી છે

ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં ૨૫૦૦૦થી વધુ પેલેસ્ટાઇનીના મોત થયા છે.

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
હમાસની આર્થિક જેહાદથી ઇઝરાયેલ પરેશાન,  લડાઇ લાંબી ચાલે તેવા એંધાણ 1 - image


તેલઅવિવ,૨૫ જાન્યુઆરી,૨૦૨૪,ગુરુવાર 

પેલેસ્ટાઇનના ગાજાપટ્ટી વિસ્તાર પર નિયંત્રણ ધરાવતા આતંકી સંગઠન હમાસની આર્થિક જેહાદ અંગે ઇઝરાયેલે ખુલાસો કર્યો છે. ઇઝરાયેલનું માનવું છે કે  યુદ્ધ શરુ થયા પછી હમાસને મળતા ડોનેશન સ્વરુપની આર્થિક આવકમાં અનેક ગણો વધારો થયો છે. હમાસને નાણા ઓનલાઇન મળી રહયા છે. સમગ્ર નાણા ગાજાના નાગરિકોને દાન આપનારા સંગઠનો મારફતે મળે છે.

ઇઝરાયેલના અધિકારીઓએ દાવો કર્યો હતો કે દર મહિને ૮૦ લાખ ડોલરથી માંડીને ૧.૨૦ કરોડ ડોલરની મદદ મળે છે. હમાસ પહેલાથી જ ડોનેશન ઉઘરાવતું રહયું છે પરંતુ ૭ ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ પરના હુમલા પછી પરીસ્થિતિ બદલાઇ ગઇ છે. દાનનો જે પ્રવાહ વધવા લાગ્યો છે તે આર્થિક જેહાદ જેવો છે. 

હમાસની આર્થિક જેહાદથી ઇઝરાયેલ પરેશાન,  લડાઇ લાંબી ચાલે તેવા એંધાણ 2 - image

ઇઝરાયેલની આર્થિક  બાબતોના જાસૂસી અધિકારીઓએ એક આર્થિક સંસ્થાનને જણાવ્યું હતું કે હમાસને ઓનલાઇન ડોનેશન ઉઘરાવતી સાઇટો દ્વારા નાણા મળે છે તે અમેરિકા પણ જાણે છે. ઇઝરાયેલે કરેલી સૈન્ય કાર્યવાહીમાં ૨૫૦૦૦થી વધુ પેલેસ્ટાઇની લોકોના મોત થયા છે. ઇન્ટરનેશનલ પ્રેશર છતાં ઇઝરાયેલના હુમલા અટકવાનું નામ લેતા નથી.

ઇઝરાયેલનું મકસદ હમાસને સંપૂર્ણ ખતમ કરવાનું છે જેમાં હજુ સફળતા મળી નથી. હમાસને ખતમ કરવા માટે તેના આર્થિક ફંડિંગના સ્ત્રોતને રોકવા જરુરી છે. યહુદી દેશની નજર હમાસના નાણાસ્ત્રોત પર છે પરંતુ જોઇએ તેટલી સફળતા મળતી નથી. હમાસના ફંડ પર નજર રાખવી ખૂબજ મુશ્કલે છે. આ અનુભવી સંગઠન તમામ પ્રકારના પ્રતિબંધો અને નજરને ચુકવવામાં માહિર છે. 

હમાસની આર્થિક જેહાદથી ઇઝરાયેલ પરેશાન,  લડાઇ લાંબી ચાલે તેવા એંધાણ 3 - image

વોશિંગ્ટન ઇન્સ્ટિટયૂટ ફોર નિયર ઇસ્ટ પોલિસીના ફેલો મેથ્યુ લેવિટના જણાવ્યા અનુસાર એમાં કોઇ શંકા નથી કે ગાજા યુધ્ધમાં પેલેસ્ટાઇનીઓને ગેરકાયદેસર અને કાયદેસર એમ બંને રીતે નાણા મળી રહયા છે. જે ચેરિટીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે નવા નામથી ખુલ્લેહાથે દાન આપે છે. ડોનેશનમાં થયેલી વૃધ્ધિ માટે હમાસની લાગણીભરી અપીલ કામ કરી રહી છે.

હમાસના અધિકારીઓ ઇઝરાયેલ સામે લડવા માટે રોકડ નાણા માંગી રહયા છે. હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહે તો કહયું પણ હતું કે આ માત્ર માનવીય મુદ્વો નથી તેનું બીજું મહત્વ એ છે કે આ એક વિત્તીય જેહાદ છે. ઇઝરાયેલી અને અમેરિકાના અધિકારીઓનું માનવું છે હમાસના અન્ય દેશોમાં જોવા મળતા સંગઠનો પણ નાણાનો સ્ત્રોત છે.  પરેશાન કરનારી વાત એ છે કે  આ સંગઠનો જાહેરમાં હમાસ સાથે સંકળાયેલા ના હોવાથી ભાળ મેળવવી અઘરી છે. 


Google NewsGoogle News