VIDEO: ઈઝરાયલે લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News

VIDEO: ઈઝરાયલે લીધો મોટો બદલો, બે દેશોમાં ઘૂસી હમાસના વડા અને હિઝબુલ્લાહના કમાન્ડરને કર્યા ઠાર 1 - image

Israel-Hamas War : ઈઝરાયેલે ગત વર્ષે સાતમી ઓક્ટોબરે દેશમાં થયેલા ખૂની ખેલનો મોટો બદલો લીધો છે. ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં ઠાર કર્યો છે. હમાસે પોતે નિવેદન જાહેર કરીને હાનિયાના મોતની પુષ્ટી કરી છે.

ઈઝરાયેલી સેનાએ હાનિયાના મકાનને જ ઉડાવી દીધું

વાસ્તવમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા મંગળવારે (30 જુલાઈ)એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ઈઝરાયેલે તેના ઘરને ત ઉડાવી દીધું હતું, જેમાં ઈસ્માઈલ હાનિયા ઠાર થયો છે. આ હુમલામાં હાનિયાને બોડીગાર્ડનું પણ મોત થયું છે.

ઈઝરાયેલે લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડરને કર્યો ઠાર

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિના કરતા પણ વધુ સમય થયો છે. આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઘણા પરિવારોએ પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ લેબનોનના ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર કરેલા ભીષણ હુમમાં 12 બાળકોના મોત થયા બાદ ઈઝરાયેલે આકરો જવાબ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ ઈઝરાયલે બાળકોના મોતનો બદલો લઈ લેબનોમાં ઘૂસી હિઝબુલ્લાહના માન્ડરને ઠાર કર્યો છે.

ઈઝરાયલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું

ઈઝરાયલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમારી સેનાએ હિઝબુલ્લાના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાની કાર્યવાહીમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

લેબનોને ઈઝરાયેલી હુમલાની ટીકા કરી

ગત સપ્તાહે ગોલન હાઈટ્સ પર રોકેટ હુમલા કરાતા 12 બાળકોના મોત થયા હતા. ઈઝરાયલે આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે હિઝબુલ્લાએ ઈઝરાયલના આક્ષેપને રદીયો આપ્યો છે. આ ઉપરાંત લેબનોને પણ રોકેટ હુમલા મામલે ઈઝરાયલે કરેલી કાર્યવાહીની ટીકા કરી છે. આ મુદ્દે લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા હબીબે પણ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત રશિયાની સરકારી સમાચાર એજન્સીએ કહ્યું છે કે, ઈઝરાયલે રાજધાની બેરુત પર હુમલા કરી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. 

ઈઝરાયલે હિઝબુલ્લાના કમાન્ડરને ઠાર કર્યો

લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ રાજધાની બેરુતમાં વિમાની હુમલાઓ કરી હિઝબુલ્લાના શૂરા કાઉન્સિલ પાસેના વિસ્તારને નિશાન બનાવ્યું છે. તેઓએ દક્ષિણી બેરુતમાં વિમાન દ્વારા ડ્રોન હુમલા કર્યા હતા. આઈડીએફએ નિવેદનમાં કહ્યું કે, અમારી સેનાએ હિઝબુલ્લાના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે, લેબનોનમાં મંગળવારે ફરી રાકોટ મારો કરાયો હતો, જેમાં ઈઝરાયેલી નાગરિકનું મોત થુયં છે.

આ પણ વાંચો : રશિયામાં ટ્રેન અકસ્માત : 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી

એક સપ્તાહમાં 150થી વધુ હમાસ આતંકીઓના મોત

ઈઝરાયેલી સેનાએ યૂનિસ ખાનમાં એક સપ્તાહ સુધી વિમાની હુમલા કર્યા છે, જેમાં હમાસના 150થી વધુ આતંકવાદીઓના મોત થયા હોવાનો દાવો કરાયો છે. ઈઝરાયેલની એન12 રિપોર્ટ મુજબ સેનાએ લેબનોન તરફ મંગળવારે 10 રોકેટ છોડ્યા હતા, જેમાં એકનું મોત થયું છે.

આ પણ વાંચો : કેલિફોર્નિયામાં દાવાનળ લગાડનારને કોર્ટમાં હાજર કરાયો 3,70,000 એકરમાં જંગલ બળી ગયું : હજ્જારોને બહાર કઢાયા


Google NewsGoogle News