Get The App

હિઝબુલ્લાહનું બદલાનું એલાન, ઈઝરાયલ પર વળતો પ્રહાર, એકસાથે 300 ડ્રોન વડે કર્યા ભીષણ હુમલા

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Israel strikes Hezbollah


Hezbollah Attack 300 drones On Israel: ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠનથી વધતા ખતરાને જોતાં ઈઝરાયલી સૈન્યએ રવિવારે લેબેનોનમાં તાબડતોબ હવાઈ હુમલા હુમલા કર્યા હતા. જેના જવાબમાં હવે હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર એકસાથે 300થી વધુ ડ્રોન વડે કહેર વર્તાવ્યો હતો. 

11 સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યાં 

ઈઝરાયલ પર કહેર વર્તાવતા હિઝબુલ્લાહે ડ્રોન વડે લગભગ 320 થી વધુ હુમલા કર્યા હતા અને ઈઝરાયલના લગભગ 11 સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. આ હુમલાની જવાબદારી સ્વીકારતાં હિઝબુલ્લાહે કહ્યું કે અમે આ હુમલો અમારા સૈન્ય કમાન્ડર ફુઆદ શુક્રની હત્યાનો બદલો લેવા માટે કર્યો છે. હિઝબુલ્લાહે આ તમામ હુમલા ઉત્તર ઈઝરાયલમાં કર્યા હતા. આ સાથે હિઝબુલ્લો ઈઝરાયલ સામે બદલાની કાર્યવાહી કરવાનું એલાન પણ કર્યું છે.

આ પણ વાંચોઃ લગભગ 1 કરોડ પાકિસ્તાનીઓએ દેશ છોડ્યો, જાણો ક્યાં જઈને વસ્યાં, સરકારની વધી ગઇ ચિંતા

ઈઝરાયલમાં 48 કલાક માટે ઈમરજન્સી જાહેર 

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે લેબેનોનમાં 100થી વધુ ઠેકાણે એરસ્ટ્રાઈક કરી હતી અને હિઝબુલ્લાહ સંગઠનના લડાકૂઓને નિશાન બનાવ્યા હતા. હાલ ઈઝરાયલમાં 48 કલાક માટે ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. તેલ અવીવમાં વડાપ્રધાન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ગેલેન્સ સ્થિતિ પર ચાંપ્તી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ પહેલા ચેતવણી અને પછી આક્રમક હુમલા... હિઝબુલ્લાના 100થી વધુ ઠેકાણે ઈઝરાયલનો બોમ્બમારો

અમને નુકસાન થશે તો ચૂપ નહીં રહીએઃ નેતન્યાહૂ

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા કેબિનેટની શરૂઆતમાં જણાવ્યું હતું કે, "આજે સવારે અમને ઇઝરાયેલ પર હુમલો કરવાની હિઝબુલ્લાહની યોજના વિશે માહિતી મળી હતી. સંરક્ષણ મંત્રી અને IDF ચીફ-ઓફ-સ્ટાફ સાથે સંમત થયા પછી, અમે IDFને ખતરો દૂર કરવા સૂચના આપી હતી." ત્યારથી, IDF એ ધમકીઓને નિષ્ફળ બનાવવા માટે સખત પગલાં લીધાં છે, નેતન્યાહૂએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, અમને નુકસાન થશે તો અમે ચૂપ નહીં રહીએ.

હિઝબુલ્લાહનું બદલાનું એલાન, ઈઝરાયલ પર વળતો પ્રહાર, એકસાથે 300 ડ્રોન વડે કર્યા ભીષણ હુમલા 2 - image


Google NewsGoogle News