israel hamas war : IDFએ હમાસની 'સંસદ' પર કર્યો કબજો, ઇઝરાયેલી ધ્વજ લહેરાવી શેર કર્યો ફોટો
ગાઝામાં અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 39મો દિવસ છે
Israel soldiers in hamas parliament : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે દોઢ મહિનો થવા આવ્યો છે તેમજ યુદ્ધ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં હમાસની સંસદમાં પહોંચી ગયા છે.
ઇઝરાયેલ હમાસ યુદ્ધનો 39મો દિવસ
આજે ઇઝરાયેલ હમાસ યુદ્ધનો 39મો દિવસ છે. ગાઝામાં ઈઝરાયેલી સેના અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગાઝામાં ઇઝરાયેલના હુમલાને કારણે 11,240 લોકોના મોત થયા છે. જેમાં 4630 બાળકોનો સમાવેશ થાય છે. તેમજ ગાઝામાં અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે અને ગાઝાના મોટા ભાગના વિસ્તારોને ઈઝરાયેલી સેનાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે ત્યારે હવે ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં હમાસની સંસદમાં પહોંચી ગયા છે. ઈઝરાયેલની સૈનિકોએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ હમાસની સંસદમાં પોતાનો ધ્વજ લહેરાવતા જોવા મળી રહ્યા છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું મોટું નિવેદન
અહેવાલ મુજબ, ઇઝરાયેલના સંરક્ષણમંત્રીએ કહ્યું કે હમાસ હવે ગાઝાની પટ્ટી પર નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે જેના પર તેણે 16 વર્ષથી કબજો જમાવ્યો હતો. હમાસના લડાકૂઓ દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. હમાસના ઠેકાણા હવે નાગરિકો લૂંટી રહ્યા છે. ગેલન્ટે કોઈપણ પુરાવા આપ્યા વિના કહ્યું કે ગાઝાના નાગરિકોને સરકાર (હમાસ સરકાર)માં કોઈ વિશ્વાસ નથી.