ઇઝરાયલે હમાસ સામેનું આક્રમણ મંદ કર્યું ગાઝા શહેરમાંથી તે સૈનિકો હઠાવી રહ્યું છે
- ભીતિ તે છે કે આરબોને યહુદીઓ ત્યાંથી ઉખેડી નાખશે
- ગાઝા શહેર તો ખંડેર બની ગયું છે છતાં ત્યાંથી હમાસ અસામાન્ય વળતું યુદ્ધ આપે છે, અમેરિકાની સાથે અન્ય મધ્યસ્થિઓ શાંતિ માટે યત્નો કરી રહ્યા છે
કેરો/ગાઝા : ગઇકાલે રાતથી ઇઝરાયલી સૈનિકો ગાઝા શહેરમાંથી ખસી રહ્યા છે. અહીં છેલ્લાં એક સપ્તાહથી ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યુ છે. ઇઝરાયલી હુમલાઓ સામે પેલેસ્ટાઇનીઓ અસામાન્ય વળતું યુદ્ધ આપી રહ્યા છે. આ યુદ્ધમાં ઇઝરાયલી મિસાઇલ મારા અને બોમ્બ વર્ષાને લીધે લગભગ સમગ્ર શહેર ખંડેર બની ગયું છે, તે ખંડેરો વચ્ચેથી હમાસના યોદ્ધાઓ અસામાન્ય ટક્કર આપી રહ્યા છે. સાથે વળતા હુમલાઓ પણ કરી રહ્યા છે.
જો કે દસ દસ મહિનાઓથી ચાલી રહેલાં આ યુદ્ધમાં હમાસના અસંખ્ય યોદ્ધાઓ મૃત્યુ પામ્યા છે. ગાઝા શહેર લગભગ સમગ્ર શહેર ખંડેર બની ગયું છે. છતાં હમાસ મચક નથી આપતા.
જો કે આ યુદ્ધનો પ્રારંભ જ હમાસે ગત વર્ષના ઓક્ટો. માસની ૭મીએ હમાસે દક્ષિણ ઇઝરાયલમાં કરેલાં અણચિંતવ્યાં આક્રમણ સાથે, આ યુદ્ધ શરૂ થઈ ગયું છે.
ગાઝામાંથી જ ગાઝા સિવિલ ઇમર્જન્સી સર્વિસે ગઇકાલે ૬૦ મૃતદેહો મળવ્યા હતા. આ મૃતદેહો ગાઝા શહેરને સ્પર્શીને રહેલા વિસ્તારો તેલ અવ હવા અને સાબ્રામાંથી મળી આવ્યા છે.
ટેંકો કેટલાક વિસ્તારોમાંથી દૂર થઇ રહી છે પરંતુ તે પાસેના ઉચ્ચ વિસ્તારમાં ગોઠવાઈ ગઇ છે સાથે સ્નાઈપર્સ પણ ગોઠવાઈ ગયા છે.
ગાઝા પટ્ટીના પ્રવક્તા મહમૌદ બસલે શુક્રવારે આ માહિતી આપી હતી. દરમિયાન અમેરિકાની સાથે ઇજીપ્ત અને કટારના અન્ય મધ્યસ્થીઓ આ વિસ્તારમાં શાંતિ-સ્થાપવા યત્નો કરી રહ્યા છે.
દરમિયાન આ યુદ્ધમાંથી બચવા માટે સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂર રહેવા ગયેલાઓને સહાય કરવા ત્યાં પહોંચેલી યુએનની સંસ્થા યુએનઆરડબલ્યુએ તેનું મુખ્ય મથક ગાઝા શહેરમાં હતું તે હવે ખાલી થઇ ગયું છે તે પછી શહેર ખાલી કરવા ઇઝરાયલે હુક્મ કરતાં ત્યાં ડ્રોન વિમાનો અને અન્ય શસ્ત્રોનો ભંડાર પડી રહેલો છે.