ઈઝરાયલ એક પછી એક 3 બસોમાં બ્લાસ્ટથી હચમચ્યું, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક
Israel Attack News | ઈઝરાયલના કેન્દ્રીય શહેર બેટ યામમાં ગુરુવારે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની. આ મામલે ઈઝરાયલની પોલીસે કહ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિના તો અહેવાલ નથી પણ આ એક મોટો આતંકી હુમલો હોઈ શકે છે.
ઈમરજન્સી યોજી બેઠક
પીએમ નેતન્યાહૂએ આ મામલે તાત્કાલિક ધોરણે ડિફેન્સ મિનિસ્ટર, સૈન્ય પ્રમુખ અને શિન બેટ અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બેટ યામમાં જુદા જુદા સ્થળોએ સ્થળોએ થયેલા બસોના વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે.
નેતન્યાહૂએ સૈન્યને આપ્યો નિર્દેશ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે તેલ અવીવની અનેક બસોમાં વિસ્ફોટ બાદ વેસ્ટ બેન્કમાં ઓપરેશન કરવા માટે સૈન્યને નિર્દેશ આપ્યો. નેતન્યાહૂના કાર્યાલયે આ ઘટનાને મોટાપાયે હુમલો કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
બસ-ટ્રેન સેવાઓ અટકાવાઈ
જોકે કોઈ જાનહાનિના અહેવાલ હજુ સામે આવ્યા નથી. આ બ્લાસ્ટના સમયે બસો ડેપોના પાર્કિંગમાં ખાલી પડી હોવાની જાણકારી મળી રહી છે. આ હુમલા બાદથી પરિવહન મંત્રી મીરી રેગવે દેશમાં તમામ બસ, ટ્રેન અને લાઈટ રેલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી છે જેથી વિસ્ફોટક ડિવાઈસની તપાસ કરી શકાય.