Get The App

હમાસ ઍટેકની વરસી પહેલા ધણધણી ઉઠ્યું ઈઝરાયલ: આતંકવાદી હુમલા બાદ ગાઝા તરફથી પણ આવ્યા રોકેટ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
Israel Hamas War


Israel Hamas War : હમાસ ઍટેકની વરસી પહેલા જ ગાઝાથી ઈઝરાયલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયલમાં રવિવારે પણ આતંકી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે દસ લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, ઉત્તરી ગાઝાથી દક્ષિણ ઈઝરાયલમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર આતંકી હુમલો કર્યો હતો, જેમાં કેટલાય લોકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યાં હતા. જ્યારે અનેક લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પ્રથમ વર્ષગાંઠના કારણે સમગ્ર ઈઝરાયલમાં એલર્ટ છે.

આ પણ વાંચો : ઈઝરાયલે કરી મોટી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો, નેતન્યાહુ-મેક્રોન વચ્ચે બોલાચાલી

ઈઝરાયલની સેનાએ શું કહ્યું?

ઈઝરાયલની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, ઉત્તર ગાઝા પટ્ટીથી ઈઝરાયલી ક્ષેત્રમાં પ્રવેશ કરતી રોકેટ્સની ઓળખ થઈ છે. જેમાં એક રોકેટ તો હવામાં જ રોકવામાં આવી, જ્યારે બાકીની રોકેટ ખાલી જગ્યાએ પડી. અગાઉ, ઈઝરાયલે મધ્ય ગાઝાની એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ફિલિસ્તીની અધિકારીએ જણાવ્યું કે, તે દિવસે સવારે લગભગ 19 લોકોના મોત થયા.

ગાઝાની મસ્જિદ-સ્કૂલ પર હુમલો કરાયો

ગાઝામાં મસ્જિદ પર થયેલા હુમલા પછી, લોકો મધ્ય શહેર ડેર અલ-બલાહની મુખ્ય હોસ્પિટલની નજીક આશ્રય લીધો. આ દરમિયાન શહેર નજીકના વિસ્થાપિત લોકોને આશરો આપનારી એક સ્કૂલ પર થયેલા અન્ય એક હુમલામાં વધુ ચાર લોકોના મોત થયા. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું , બંને હુમલાઓ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ દર્શાવે છે કે મસ્જિદ પર હુમલામાં માર્યા ગયેલા તમામ પુરુષો હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો : હુમલો કર્યો તો પસ્તાવવાનો વારો આવશે: ઈરાને ફરી ઈઝરાયલને આપી ધમકી, વિશ્વભરમાં વધી ચિંતા

ઈઝરાયલમાં આતંકવાદી હુમલો

એક બંદૂકધારીએ ઈઝરાયલના શહેર બીરશેબાના બસ સ્ટેશન પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. એમ્બ્યુલન્સ સેવાએ કહ્યું કે, હુમલાખોર માર્યો ગયો છે. 


Google NewsGoogle News