'ગોલન-ટુરિસ્ટ-સેટલમેન્ટ'નું નામ ઈઝરાયલે 'ટ્રમ્પ-હાઈટસ્' રાખ્યું
- અત્યારે ત્યાં 50 થી 100 કુટુમ્બો વસે છે, પરંતુ બીજાં 2000 કુટુમ્બો ત્યાં વસવા લાઇન લગાડી રહ્યા છે
તેલ અવીવ : સીરીયા અને ઈઝરાયલ વચ્ચે રહેલા પર્વતીય પ્રદેશ ગોલન-હાઈટસ્ ઉપર પહેલાં સીરીયાનો કબ્જો હતો. પરંતુ ૧૯૬૭ની આરબ-ઈઝરાયલ-વોર દરમિયાન ઈઝરાયેલે સીરીયાના હાથમાંથી તે વિસ્તારનો મોટો ભાગ પડાવી લીધો અને ૧૯૮૧માં તેણે ગોલન-હાઈટ્સનો બે તૃતીયાંથી પણ વધુ વિસ્તાર કબ્જે કરી લીધો હતો. ત્યારે દુનિયાના કોઈપણ દેશે તે વિસ્તાર ઉપર ઈઝરાયલનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું ન હતું. ૨૦૧૯માં ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રમુખપદે હતા ત્યારે તેઓએ સત્તાવાર રીતે જણાવ્યું કે, 'અમેરિકા ગોલન-હાઈટ્સને ઈઝરાયલી પ્રદેશ તરીકે સ્વીકારે છે.' તેથી ઈઝરાયલે ગોલન-હાઈટસનું નામ 'ટ્રમ્પ-હાઈટ્સ' રાખ્યું છે.
આસપાસના અર્ધરણ જેવા પ્રદેશમાં આ ઉચ્ચ પ્રદેશ આછા વરસાદને લીધે હરિયાળો છે તેથી તે ટુરિસ્ટ આકર્ષણ બની રહ્યો છે. અહીં પ્રમાણમાં ગરમી પણ ઓછી છે.
હવે ઈઝરાયલનાં ત્યાં ૫૦ થી ૧૦૦ કુટુમ્બો વસ્યા છે. પરંતુ બીજા ૨૦૦૦ કુટુમ્બો ત્યાં નિવાસ સ્થાન બનાવવા લાઈન લગાડી રહ્યાં છે.
આ ટ્રમ્પ હાઈટસના ડી-ફેક્ટો મેયર યારદેન ફ્રીમાને ટ્રમ્પે સ્વીકારેલા ગોલન-હાઈટ્સ ઉપરનાં સાર્વભૌમત્વની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય અમારા માટે બહુમૂલ્ય છે. હું ભવિષ્ય માટે ઘણો આશાવાદી છું.