ઇરાન પર વળતો પ્રહાર કરવાની તૈયારીમાં ઇઝરાયેલ : જો બાયડેને નેત્યાન્હુને ફોન કર્યો
- આ યુદ્ધનો અંત દેખાતો નથી
- હીઝબુલ્લાહ કહે છે તેણે ઇઝરાયલ સેનાની ટુકડીઓ મારી હટાવી છે : ઇઝરાયેલે યુદ્ધ ક્ષેત્રને પેલે પાર એરસ્ટ્રાઇક શરૂ કરી
તેલ અવીવ : અમેરિકાના પ્રમુખ જો બાયડેને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે બુધવારે (અમેરિકી સમય પ્રમાણે) ફોન ઉપર વાત કરી હતી. તે વાતચીતમાં કેટલાક બીજા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ, ઇઝરાયલે ઇરાન પર હુમલો કરવાના નિર્ણય વિષે સૌથી વધુ ચર્ચા થઈ હતી.
વાસ્તવમાં ઇઝરાયલે તો હૂજા, હમાસ અને હીઝબુલ્લાહને ખતમ કરવાના 'શપથ' લીધા છે.
દરમિયાન તેના ભૂમિદળે દક્ષિણ લેબેનોન ઉપર હુમલો કરતા હીઝબુલ્લાહે ઇઝરાયલની ભૂમિસેનાની બે ટુકડીઓ મારી હટાવી છે. ભૂમધ્ય સમુદ્રના તટે ઇઝરાયેલ અને હીઝબુલ્લાની ટુકડીઓ વચ્ચે ખૂંખાર યુદ્ધ જામી રહ્યું છે. હીઝબુલ્લાહે માયસ-અલ- જાબલ અને મૌથર બીજા ગ્રામો પાસે ઇઝરાયલી સેનાને શિકસ્ત આપી તેને આગળ વધતી અટકાવી છે. આથી ગિન્નાયેલા ઇઝરાયેલે યુદ્ધ ક્ષેત્ર ઓળંગીને લેબેનોન સ્થિત હીઝબુલ્લા ટુકડીઓ ઉપર વિમાની હુમલા શરૂ કરી દીધા છે આ હુમલાઓ હવે તો યુદ્ધ ક્ષેત્રને પેલેે પાર જઈને પણ બોમ્બમારો કર્યો છે. વાત સીધી છે કે આ યુદ્ધનો તો તત્કાળ અંત આવે તેવી શક્યતા નથી.