Get The App

મોટો ખુલાસો : ઈઝરાયલ એકસાથે ઈરાન, લેબેનોન અને ગાઝા પર ભયંકર હુમલાની કરી રહ્યું છે તૈયારી!

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
Israel-Hezbollah War


Israel-Hezbollah War : ઈરાન અને લેબેનોન સહિત ગાઝા સંઘર્ષ ચરમસીમા પર છે. ઈઝરાયલની સેના બેરૂતમાં સતત હિઝબુલ્લાહને નિશાન બનાવી રહી છે. હવે ઇઝરાયેલી બ્રોડકાસ્ટિંગ KAN અને અન્ય ઇઝરાયેલ મીડિયાએ યુદ્ધની તૈયારીઓને લઇને મોટો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલી સેના એક સાથે અનેક મોરચે મોટાપાયે હુમલાની તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાના જવાબમાં IDF ઈરાન પર ખતરનાક હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ માટે, હાલમાં IDF તેના ટાર્ગેટ નક્કી કરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના અધિકારીઓ તેમના પશ્ચિમી સહયોગીઓ હુમલામાં ભાગ લેશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. આવું ત્યારે થયું છે જ્યારે આ ક્ષેત્રમાં અમેરિકી સેનાના વડા જનરલ માઈકલ કુરિલાના આજે ઓપરેશન અંગે ચર્ચા કરવા ઈઝરાયેલ પહોંચે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ફરી પરિસ્થિતિ તણાવપૂર્ણ: ઈમરાન ખાનના સમર્થકોએ સંસદ ઘેરી લેતાં ઘર્ષણ અને ગોળીબાર

હિઝબુલ્લાહ કમાન્ડર સહિત 2 હજારથી વધુ લોકો માર્યા ગયા

ઇઝરાયેલના મીડિયા અહેવાલો જણાવે છે કે ઇઝરાયેલની સેના ગાઝા નેત્ઝારીમ કોરિડોરની આસપાસ સૈન્ય યુદ્ધાભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે કારણ કે યુદ્ધ એક વર્ષ નજીક આવી રહ્યું છે. ઇઝરાયેલના અહેવાલો અનુસાર, લેબેનોનમાં જરૂરિયાત મુજબ હજુ પણ ઓપરેશન હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં મર્યાદિત ઓપરેશન હાથ ધર્યા છે, જે આગામી દિવસોમાં વિસ્તારવામાં આવશે. ગયા વર્ષે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના હુમલામાં 2,000 થી વધુ લેબનીઝ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : લાશો ભેગી કરતાં ત્રણ દિવસ લાગ્યા: આ દેશમાં અલ કાયદાએ 600 લોકોનો કર્યો હતો નરસંહાર

એવું કહેવામાં આવી રહ્યું છે કે લેબેનોનમાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો, જેનો બદલો લેવા ઇરાને ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કર્યો હતો. હવે ઈઝરાયેલ ફરી એકવાર ઈરાનને જવાબ આપશે.


Google NewsGoogle News