ઉત્તર ગુજરાતથી પણ નાનું છે ઈઝરાયલ, તાકાત એવી કે 6 દિવસમાં જ 8 ઈસ્લામિક દેશોને કર્યા હતા ઘૂંટણિયે
Israel Strength: ઈઝરાયલ જનસંખ્યા અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ ખૂબ જ નાનો દેશ છે. પરંતુ સેનાની દ્રષ્ટિએ ખૂબ જ શક્તિશાળી દેશ છે. જેના કારણે જ તે દરેક હુમલાનો સારી રીતે સામનો કરી શકે છે.
દેશ નાનો પણ, તેની સેના ટકવું છે મુશ્કેલ
હાલ ઈઝરાયલની વસ્તી લગભગ 98 લાખની આસપાસ છે. જેથી કહી શકાય કે તે ભારતના ઉતરાખંડ કરતા પણ ઓછી છે. ઉતરાખંડની વસ્તી 1.14 કરોડ છે. તેમજ વિસ્તારની દ્રષ્ટિએ ઈઝરાયલ 22,145 સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે જે આપના ઉત્તર ગુજરાત જેટલો જ વિસ્તાર કહી શકાય. આટલો નાનો દેશ હોવા છતાં પણ તેની સેના અને હાઈટેક ટેકનોલોજીના કારણે જ તે એટલો શક્તિશાળી છે કોઈપણ દેશનું તેની સામે ટકવું મુશ્કેલ છે.
ઈઝરાયલની ઈન્ટેલીજન્સ એજન્સી છે ગજબ
આજે ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ વિશ્વની સૌથી શક્તિશાળી એજન્સીઓમાંની એક છે. જે ગમે ત્યાં કોઈપણ ઓપરેશન કરી શકે છે. તેમજ ઈઝરાયલ ચારે બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલો છે અને લગભગ બધા દેશ સાથે તેનો સંઘર્ષ થયેલો છે ત્યારે લગભગ બધા જ દેશોને હારનો સામનો કરવો પડ્યો છે. 1948માં ઈઝરાયલની રચના સાથે, આઠ પડોશી દેશોએ મળીને તેના પર હુમલો કર્યો, પરંતુ ઈઝરાયલની સેનાએ એકલા હાથે તે બધાને ભગાડી દીધા હતા. એવું કહેવાય છે કે આઠ દેશોની સેનાઓ એકસાથે હોવા છતાં પણ ઈઝરાયલ સામે ટકી શકી ન હતી.
13 મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે ઈઝરાયલ
ઈઝરાયલ એક યહૂદી દેશ છે અને તેના તમામ પડોશી દેશો મુસ્લિમ. એમાં પણ તેની મોટાભાગના પાડોશી દેશો સાથે દુશ્મની છે, આ દેશો કોઈપણ સમયે તેના પર હુમલો કરવા તૈયાર રહે છે. ઈઝરાયલ લગભગ 13 મુસ્લિમ દેશોથી ઘેરાયેલું છે. જેમાં ઇજિપ્ત, ઇરાક, અલ્જીરિયા, કુવૈત, સીરિયા, જોર્ડન, લેબેનોન, લિબિયા, મોરોક્કો, સાઉદી અરેબિયા, પેલેસ્ટાઇન, સુદાન અને ટ્યુનિશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: એકબીજાના લોહીના તરસ્યા ઈરાન-ઈઝરાયલ એક સમયે એક હતા, આ કારણસર હાથ મિલાવ્યા હતા
યહૂદીઓની હત્યાના વિરોધમાં ઈઝરાયેલ ઉજવે છે હોલોકોસ્ટ ડે
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની નાઝી સેનાએ લગભગ 60 લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આના વિરોધમાં ઈઝરાયલ દર વર્ષે 24 એપ્રિલે 'હોલોકોસ્ટ ડે' ઉજવે છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જ યહૂદીઓ માટે એક નવો દેશ બન્યો હતો જે છે ઈઝરાયલ. આ પછી ઈઝરાયલ ઘણા મુસ્લિમ દેશોનું નિશાન બન્યું હતું. સ્વ-બચાવ માટે, ઈઝરાયલે પોતાની તમામ તાકાત પોતાને મજબૂત કરવા માટે લગાવી દીધી હતી.
6 દિવસમાં ઈઝરાયલે કર્યું કામ-તમામ
1967માં 8 દેશો સાથે યુદ્ધમાં માત્ર 6 જ દિવસમાં ઈઝરાયલે જંગ જીતી લીધી હતી. એક રિપોર્ટ મુજબ 27 મે, 1967માં ઈજીપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ નાસીરે ઘોષણા કરી હતી કે અરબના લોકો એ ઈઝરાયલનો નાશ કરવાનો પ્લાન બનાવ્યો હતો. મે મહિનાના અંતમાં ઈજીપ્ત અને જોર્ડન વચ્ચે એક કરાર થયો હતો કે જો ઈઝરાયલ દ્વારા આ બંનેમાંથી કોઈપણ એક દેશ પર પણ જો હુમલો કરવામાં આવે તો બીજો દેશ તેની સાથે ઉભો રહેશે. જૂનમાં ઈઝરાયલ-ઈજિપ્ત સીમા પર યુદ્ધ શરુ થયું હતું અને અરબ દેશો સુધી પહોંચ્યું હતું.
એકસાથે 8 દેશોને ઈઝરાયલ દ્વારા હરાવ્યામાં આવ્યા
ઈઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં જોર્ડન, ઇજિપ્ત, ઇરાક, કુવૈત, સીરિયા, સાઉદી અરેબિયા, સુદાન અને અલ્જીરિયા ઈઝરાયલની વિરુદ્ધ અને ઇજિપ્તના સમર્થનમાં આવ્યા હતા. આ યુદ્ધને 'જૂન યુદ્ધ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુસ્લિમ દેશોએ ઈઝરાયલ પર હુમલો કરવા માટે જોર્ડનમાં પોતાનું સૈન્ય મથક બનાવ્યું હતું. હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર હતો. પરંતુ તે પહેલા જ 5 જૂને ઈઝરાયલની એરફોર્સે લગભગ 400 ઈજિપ્તના ફાઈટર જેટ પર હુમલો કરીને તેને તોડી નાખ્યા હતા. જેના કારણે દુશ્મન દેશો ગભરાઈ ગયા અને માત્ર 6 દિવસમાં જ યુદ્ધ સમાપ્ત થઈ ગયું. જેમાં એક રીતે લગભગ 8 દેશોને ઈઝરાયલ દ્વારા હરાવ્યામાં આવ્યા હતા. આ યુદ્ધ 1967માં 5 થી 10 જૂન વચ્ચે થયું હતું.
ઈઝરાયલ છે પ્લાન બનાવવામાં શ્રેષ્ઠ
ઈઝરાયલ જીત મેળવવા માટે પહેલા જ હુમલો કરવામાં માને છે. આ જ કારણથી ઈઝરાયલે જોર્ડનના આર્મી બેઝ પર હુમલો કર્યો હતો. તેમજ જમીન પર થઇ લડાઈમાં પણ ઈઝરાયલે જોર્ડનને હરાવ્યું હતું. ઉપરાંત ગાઝા પટ્ટી પણ પોતાના કબજે કરી હતી.
આ ઉપરાંત હાલ ઈઝરાયલે હમાસને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર હમાસના આર્થિક બેઝ તરીકે જાણીતી ઇસ્લામિક નેશનલ બેંકને ધ્વસ્ત કરવામાં આવી હતી. હમાસ દ્વારા સંચાલિત આ બેંકના માધ્યમથી આ ઓપરેશનને મેનેજ કરવામાં આવ્યો હતો. હમાસ દ્વારા આ બેન્કની સ્થાપના 1997માં 20 મિલિયન ડોલર સાથે પેલેસ્ટાઇન ક્ષેત્રમાં કરવામાં આવી હતી.