Get The App

'...તો તમારી પણ હાલત એવી જ થશે', સીરિયાની નવી સરકારને ઈઝરાયલના વડાપ્રધાનની ચેતવણી

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
'...તો તમારી પણ હાલત એવી જ થશે', સીરિયાની નવી સરકારને ઈઝરાયલના વડાપ્રધાનની ચેતવણી 1 - image


Image Source: Twitter

Netanyahu Warns Syria: સીરિયામાં બશર અલ અસદના શાસનના પતન બાદ હવે બળવાખોરોએ સત્તાની કમાન સંભાળી લીધી છે. આ વચ્ચે હવે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સીરિયાને નવી ચેતવણી આપી છે. નેતન્યાહુએ મંગળવારે કહ્યું કે, ઈઝરાયલનો સીરિયાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે, નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે, જો વર્તમાન સરકાર ઈરાનને સીરિયામાં પુનઃસ્થાપિત થવા દેશે અથવા હિઝબુલ્લાહને હથિયારો મોકલવામાં મદદ કરશે તો ઈઝરાયલ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે. 

 સીરિયાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી

નેતન્યાહૂએ મંગળવારે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, સીરિયાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ અમને અમારી રક્ષા કરવાનો અધિકાર છે. તેમણે આગળ કહ્યું કે, નેતન્યાહુએ એમ પણ કહ્યું છે કે તેઓ સીરિયામાં જે હુમલા કરી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય સીરિયાની સેના દ્વારા છોડવામાં આવેલી સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે જેથી તેઓ જેહાદીઓના હાથમાં ન પડે. 

છેલ્લી સરકાર સાથે જે થયું એવું જ આ સરકાર સાથે પણ થશે

નેતન્યાહૂએ આગળ કહ્યું કે, અમે સીરિયામાં નવી સરકાર સાથે સંબંધો જાળવી રાખવા માગીએ છીએ, પરંતુ જો આ સરકાર સીરિયાનેમાં ઈરાનને ફરીથી ઠેકાણું આપે અથવા ઈરાની હથિયારો અથવા કોઈપણ પ્રકારના હથિયારો હિઝબુલ્લાહને પહોંચાડશે, અથવા અમારા પર હુમલો કરવા દેશે તો અમે પણ તેનો જવાબ આપીશું અને તેની કિંમત વસૂલ કરીશું. અને છેલ્લી સરકાર સાથે જે થયું એવું જ આ સરકાર સાથે પણ થશે. 

આ પણ વાંચો: પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી માર્યું, કર્ણાટકની હચમચાવતી ઘટના

બળવાખોરોએ હવે સીરિયાની કમાન સંભાળી 

તમને જણાવી દઈએ કે, રવિવારે સીરિયામાં બળવાખોરોએ રાજધાની દમાસ્કસની સાથે દેશના અનેક મોટા શહેરો પર કબજો કરી લીધો હતો, જેના કારણે પ્રમુખ બશર અલ અસદને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. નેતન્યાહૂએ અસદ પરિવારના પતનને મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. બળવાખોરોએ હવે સીરિયાની કમાન સંભાળી લીધી છે. મંગળવારે તહરિર અલ શામના વડા અબુ મોહમ્મદ અલ જોલાનીએ બળવાખોર મોહમ્મદ અલ-બશીરને કાર્યવાહક સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.


Google NewsGoogle News